ભારતના ડરથી અભિનંદનની મુક્તિ, BJP પ્રવકતાએ રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ
નવી દિલ્લીઃ ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાનની મુક્તિ વિશે પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકના દાવા પર ભાજપ નેતાએ પ્રતિક્રિયા આપી છે. ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા સંબિત પાત્રાએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર કટાક્ષ કરીને કહ્યુ છે, 'તમે એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવ્યા હતાને, જોઈ લોક મોદીજીનો કેટલો ખૌફ છે.' પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે જણાવી રહ્યા છે કે વિદેશ મંત્રી શાહ મહેમૂદ શાહ કુરેશીએ કહ્યુ હતુ, 'ખુદા કા વાસ્તા હવે આ(અભિનંદન વર્ધમાન)ને પાછો જવા દો કારણકે 9 વાગે રાતે હિંદુસ્તાન પાકિસ્તાન પર હુમલો કરાવી રહ્યુ છે.'
સંબિત પાત્રાએ કહ્યુ - જુઓ મોદીજીનો શું ખૌફ છે પાકિસ્તાનમાં
પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકનો વાયરલ વીડિયો શેર કરીને સંબિત પાત્રાએ ટ્વિટ કર્યુ, 'તમે સર્જીકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક પર સવાલ ઉઠાવી રહ્યા હતાને? જરા જુઓ મોદીજીનો શું ખૌફ છે પાકિસ્તાનમાં, સરદાર અયાઝ સાદિક બોલી રહ્યા છે પાકિસ્તાનની નેશનલ અસેમ્બલીમાં કે પાકના આર્મી ચીફના પગ કાંપી રહ્યા હતા અને ચહેરો પર પરસેવો હતો, ક્યાંક ભારત એટેક ના કરી દે.' વળી, ભાજપ નેતા શલભ મણિ ત્રિપાઠીએ કહ્યુ છે, 'દુશ્મન દેશ પાસે સાંભળો પીએમ નરેન્દ્ર મોદીના પરાક્રમ અને શૌર્યની ગાથા અને ગર્વ કરો. પાકિસ્તાનના સાંસદે મોટો ખુલાસો કર્યો છે કે કેવી રીતે અભિનંદનને છોડવા પાછળ ભારતનો ખૌફ હતો.'
શું કહ્યુ પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકે?
પાકિસ્તાની સાંસદ અયાઝ સાદિકે પાકિસ્તાનની સંસદમાં કહ્યુ, 'કુલભૂષણ માટે અમે વટહુકમ લઈને નહોતા આવ્યા. આ સરકારે એક-બે મહિના વટહુકમ છૂપાવીને રાખ્યો હતો. અમે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં આટલી એક્સેસ નહોતી આપી જેટલી આ સરકારે આપી છે.અભિનંદન શાહ મહેમૂદ કુરેશી એ બેઠકમાં હતા જેમાં ઈમરાન ખાને આવવાની ના પાડી દીધી હતી. કુરેશીના પગ કાંપી રહ્યા હતા, તેમના માથા પર પરસેવો હતો. કુરેશીએ કહ્યુ હતુ- ખુદાના વાસ્તે હવે આને(અભિનંદન) પાછો જવા દો કારણકે 9 વાગે રાતે હિંદુસ્તાન પાકિસ્તાન પર હુમલો કરવાનુ છે.'
જાણો શું છે સમગ્ર વિવાદ
ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાને ભારત પર હુમલો કરવા માટે પોતાના ફાઈટર મોકલ્યા હતા. આ ક્રમમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાંડર અભિનંદન વર્ધમાે મિગ-21માં ઉડાન ભરી હતી. જે ક્રેશ થઈ ગયુ હતુ અને પીઓકેમાં જઈને પડ્યુ હતુ. ત્યારબાદ અભિનંદનને પાકિસ્તાન આર્મીએ કબ્જામાં લઈ લીધુ હતુ. જો કે પાકિસ્તાન પર ઘણુ દબાણ બનાવવામાં આવ્યુ ત્યારબાદ અભિનંદનને અટારી-વાઘા બૉર્ડરથી ભારત પાછા આપવામાં આવ્યા હતા.
જેનો પ્રચાર કરવા ગઈ અમીષા પટેલે તેને જ ગંદો અને બ્લેકમેલર ગણાવ્યો