મોદી ‘લહેર’ સાથે ભાજપે પૂર્વી અને પશ્ચિમી ભારતમાં રચ્યો નવો ઇતિહાસ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 મેઃ લોકસભા ચૂંટણીમાં જે પ્રકારે ભાજપે પોતાનો પરચમ લહેરાવ્યો છે, જેને જોઇને હવે ઉત્તરી, પશ્ચિમી અને પૂર્વીય ભારતની રાજકીય તસવીર એકદમ બદલાઇ ચૂકી છે. ભાજપે કોંગ્રેસના ગઢમાં ખીલ્લી ઠોકતા આસામમાં પણ સાત બેઠકો હાંસલ કરી લીધી અને યુપીના પશ્ચિમી વિસ્તારની તમામ બેઠકો પર જીત હાસલ કરી.

bjp-leaders-600
માયાવતીની બહુજન સમાજ પાર્ટી અને ફારુક અબ્દુલ્લાની નેશનલ કોંફ્રેસ ક્રમશઃ ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પોતાનું ખાતુ ખોલાવી શકી નહીં. ઉત્તર પ્રદેશમાં ભાજપે અભૂતપૂર્વ પ્રદર્શન કર્યુ અને આ રાજ્યનું ભાજપને કેન્દ્રની સત્તામાં લાવવામાં મહત્વનું યોગદાન રહ્યું.

ઉત્તર પ્રદેશ, બિહાર, પંજાબ, હરિયાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર અને ગુજરાતતી લોકસભાની 288 બેઠકો આવે છે. ભાજપ અને તેમના સહયોગીઓએ આ રાજ્યોમાં 16મી લોકસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં બેઠકો હાંસલ કરી છે. આ રાજ્યોમાં ક્ષેત્રીય દળોને ભાજપની સામે કારમા પરાજયનો સામનો કરવો પડ્યો.

પહેલીવાર લોકસભા ચૂંટણી લડનારી આમ આદમી પાર્ટીને પંજાબમાં ચાર બેઠકો પર જીત મળી છે. પાર્ટી દિલ્હી સહિત અન્ય પ્રદેશોમાં ખાતુ ખોલવામાં વિફલ રહ્યા. ઉત્તર પ્રદેશમાં ભાજપે જોરદાર પ્રદર્શન કર્યુ અને 1998ની 57 બેઠકો જીતવાના પોતાના પ્રદર્શનને શાનદાર બનાવતા આ વખતે 80માંથી 71 બેઠકો પર જીત હાંસલ કરી. રાજ્યમાં સત્તારૂઢ સપા પાંચ બેઠક જ મેળવી શકી, જ્યારે બસપા પોતાનું ખાતુ પણ ખોલાવી ના શકી. તો કોંગ્રેસ બે બેઠકો પર જ જીતી શકી.

English summary
In Lok Sabha Election 2014 BJP performed well in Eastern and Western part of India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X