મોદી સરકારના આઠ વર્ષ પૂરા થવા પર ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યુ છે ભાજપ
નવી દિલ્લીઃ કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકારના આઠ વર્ષ પૂરા થવા પર ભારતીય જનતા પાર્ટી ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યુ છે. એએનઆઈ ન્યૂઝ એજન્સીના સમાચાર મુજબ પાર્ટીના 12 વરિષ્ઠ નેતાઓની એક ટીમે ઉજવણી કાર્યક્રમ માટે સોમવારે 25 એપ્રિલે એક બેઠક પણ કરી.
બેઠકમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, ભાજપ મહાસચિવ અરુણ સિંહ, સીટી રવિ અને ડી પુરંદરેશ્વરી સહિત અન્ય શામેલ રહ્યા. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ મોદી સરકારના 8 વર્ષ પૂરા થવા પર સમગ્ર દેશમાં ભવ્ય કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે અને 5 મે સુધી કાર્યયોજના તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 30 મે, 2019ના રોજ 543 સભ્યોની લોકસભામાં અભૂતપૂર્વ 303 સીટો પર ભાજપનુ નેતૃત્વ કર્યા બાદ બીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા.
વળી, આ પહેલાના કાર્યકાળમાં 26 મે, 2014ના રોજ પ્રધાનમંત્રી મોદીએ પીએમ પદના શપથ લીધા અને ભાજપના નેતૃત્વમાં બનેલી એનડીએ સરકારના હાથમાં દેશની સત્તા આવી. વળી, વર્ષ 2020માં મેના મહિનામાં કોરોના મહામારી ભારત પર ઝડપથી ફેલાવા લાગી હતી અને આના કારણે પાર્ટી મોદી સરકારની પહેલી અને બીજી વર્ષગાંઠ પર કોઈ મોટો કાર્યક્રમ કરી શકી નહોતી.
વળી, આજે ભાજપ મુખ્યાલયમાં થયેલી આ બેઠકમાં સમિતિના સભ્યો તરફથી આવેલા વિવિધ સૂચનો અને સંભવિત કાર્યક્રમોની રુપરેખા પર ચર્ચા કરવામાં આવી. પાર્ટીએ ઉજવણીની તૈયારીઓ માટે બનાવેલી સમિતિના સભ્યોમાં કેન્દ્રીય મંત્રી રાજીવ ચંદ્રશેખર, સાંસદ વિનય રાજદીપ રાય, રાજૂ બિસ્ટ, વિનય સહસ્ત્રબુદ્ધે અને અપરજિતા સારંગી ઉપરાંત શિવ પ્રકાશ અને લાલસિંહ આર્ય જેવા અન્ય સંગઠનના નેતા પણ શામેલ છે.