For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે દેશને સર્વાધિક કામ કરતા પ્રધાનમંત્રી આપ્યા છેઃ અમિત શાહ

મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી. અમિત શાહે મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર અભિનંદન પાઠવ્યા.

|
Google Oneindia Gujarati News

મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર ભાજપના અધ્યક્ષ અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી. અમિત શાહે મોદી સરકારના ચાર વર્ષ પૂરા થવા પર અભિનંદન પાઠવ્યા. અમિત શાહે કહ્યુ કે 2014માં પૂર્ણ બહુમતથી ચૂંટાયેલી સરકારે એક યુગનો અંત લાવી દીધો. જનતાએ ઘણા સમય બાદ એક એવી સરકાર આપી જેણે અસ્થિરતાના દોરને ખતમ કરી દીધો. પીએમ મોદીના આવ્યા બાદ દેશમાં પરિવર્તન જોવા મળ્યુ છે.

સર્વાધિક કામ કરતાં પ્રધાનમંત્રી

સર્વાધિક કામ કરતાં પ્રધાનમંત્રી

અમિત શાહે કહ્યુ કે પીએમ મોદી લોકોના વચનો પર ખરા ઉતર્યા છે. મોદી સરકાર ગરીબોને સમર્પિત સરકાર છે. આ સરકારે દેશમાં ભ્રષ્ટાચાર ખતમ કરી દીધો છે. છેલ્લા ચાર વર્ષોમાં મોદી સરકારે દેશનું ગૌરવ વધાર્યુ છે. ભાજપે દેશને સર્વાધિક કામ કરતાં પ્રધાનમંત્રી આપવાનું કામ કર્યુ છે. આ આપણા માટે ગૌરવની વાત છે. અમે સ્વરોજગારને પ્રોત્સાહન આપીને કરોડો લોકોને રોજગારી આપવાનું કામ કર્યુ છે.

‘સબકા સાથ સબકા વિકાસ’

‘સબકા સાથ સબકા વિકાસ’

અમિત શાહે કહ્યુ કે નરેન્દ્ર મોદી સરકારે પરિવારવાદ, તુષ્ટિકરણ અને જાતિવાદની રાજનીતિને બદલીને પોલિટિક્સ ઓફ પરફોર્મન્સને આગળ વધારવાનું કામ કર્યુ છે. મોદી સરકારે ‘સબકા સાથ સબકા વિકાસ' ના સૂત્રને ચરિતાર્થ કરવાનું કામ કર્યુ છે. પીએમ મોદીએ ચાર વર્ષમાં દેશની જનતાને એક કરોડ ઘર અને 7 કરોડ શૌચાલય આપ્યા છે. છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારના કાર્યકાળમાં 53 હજાર કિમી રસ્તાનું નિર્માણ થયુ છે. કોંગ્રેસના કાર્યકાળમાં દેશમાં હજારો કરોડના ગોટાળા થયા. અમે એક પણ ગોટાળો કર્યા વિના લાખો-કરોડોના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ પૂરા કરવાના કામ કર્યા છે. સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા શાહે કહ્યુ કે કૃષિ બજેટ બમણુ કરનારી આ પહેલી સરકાર છે. ભારત આજે સૌથી ઝડપથી આગળ વધી રહેલી અર્થ વ્વસ્થા બનીને વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થ વ્યવસ્થા બની ચૂકી છે.

મોદીજી અને ભાજપને હટાવો

મોદીજી અને ભાજપને હટાવો

અમિત શાહે કહ્યુ કે વિપક્ષનો એજન્ડા છે મોદીજી અને ભાજપને હટાવો પરંતુ ભારતીય જનતા પાર્ટીનો એજન્ડા દેશની અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર અને ગરીબીને હટાવીને સ્થિરતા અને વિકાસ પ્રદાન કરવાનો છે. પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શું મોદીજી પૂરીથી ચૂંટણી લડશે. તેના પર અમિત શાહે કહ્યુ કે આ અફવા છે તે ત્યાંથી ચૂંટણી નહિ લડે.

English summary
bjp president amit shah addressing press conference on completion of 4 years of modi govt
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X