For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છત્તીસગઢ માટે અમિત શાહે જાહેર કર્યો ભાજપનો ઘોષણાપત્ર, આપ્યા આ વચનો

ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઘોષણાપત્ર જાહેર કરીને કહ્યુ કે છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેમના 15 વર્ષ દેશમાં કલ્યાણ રાજ્ય કેવી રીતે બનાવી શકાય તેનુ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે.

|
Google Oneindia Gujarati News

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ઘોષણાપત્ર જાહેર કરી દીધો છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહે ઘોષણાપત્ર જાહેર કરીને કહ્યુ કે છત્તીસગઢમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર અને તેમના 15 વર્ષ દેશમાં કલ્યાણ રાજ્ય કેવી રીતે બનાવી શકાય તેનુ સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે. ભાજપની સરકારે ડૉ. રમન સિંહના નેતૃત્વમાં છત્તીસગઢને બદલવાનો ભરપૂર પ્રયાસ કર્યો છે. જ્યારે છત્તીસગઢ અલગ રાજ્ય નહોતુ ત્યારે તેને બીમારુ રાજ્ય માનવામાં આવતુ હતુ. પરંતુ ગયા 15 વર્ષોમાં રમન સિંહ સરકારે વિકાસ કાર્યો કર્યા.

આ પણ વાંચોઃ સી-વોટર ઓપિનિયન પોલઃ એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોનુ પલડુ છે ભારેઆ પણ વાંચોઃ સી-વોટર ઓપિનિયન પોલઃ એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોનુ પલડુ છે ભારે

નવા છત્તીસગઢના નિર્માણની ચૂંટણી

નવા છત્તીસગઢના નિર્માણની ચૂંટણી

અમિત શાહે કહ્યુ કે રમન સિંહ સરકારે રાજ્યની સૌથી મોટી સમસ્યા નક્સલવાદને લગભગ ખતમ કરવાનું કામ કર્યુ છે. ડૉ. રમન સરકાર રાજ્યને હવે ડિજિટલ બનાવવા લાગી ગઈ છે. આ ચૂંટણી નવા છત્તીસગઢના નિર્માણની ચૂંટણી છે. કેન્દ્ર અને રાજ્યની સરકારો મળીને છત્તીસગઢને આગળ લઈ જવા માટે એકસાથે કામ કરશે.

મફત મીઠાની યોજના આગળ પણ ચાલુ રહેશે

છત્તીસગઢમાં સૌથી પહેલુ કામ અંત્યોદયને અમે પ્રાથમિકતા આપી છે. એક રૂપિયે કિલો મીઠા જેવી યોજનાઓ. રમન સરકારે કૃષિનો ખર્ચ ઓછો કરવા માટે સૌથી સારુ કામ કર્યુ છે. મનરેગામાં વધુ 50 દિવસનો રોજગાર આપવામાં આવશે. રમન સિંહે ઘોષણાપત્રમાં કરાયેલા વચનોની વાત કરતા કહ્યુ કે ખેડૂતોને ટેકાના ભાવ અને ખેડૂતોને ખરીદીની પૂરતી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી. 32 લાખ લોકો માટે મફત મીઠાની યોજના આગળ પણ ચાલુ રહેશે.

કોંગ્રેસનો ઘોષણા પત્ર જનતા સાથે છેતરપિંડી

આ સાથે સાથે છત્તીસગઢના ખેડૂતો માટે યોજનાઓમાં 60 વર્ષોથી વધુ ઉંમરના ખેડૂતોને દર મહિને હજાર રૂપિયાનું પેન્શન આપવામાં આવશે. રાજ્યને જૈવિક ખેતી માટે વિકસિત કરવામાં આવશે. છત્તીસગઢનો વિશ્વપટલ પર પર્યટક સ્થળ તરીકે વિકાસ કરવામાં આવશે. બાળ સુવર્ણ અને બાલ હ્રદય યોજનાને આગળ વધારવાનું કામ કરશે. રમન સિંહે કહ્યુ કે કોંગ્રેસે ઘોષણાપત્રમાં જે વાત કહી છે તે જનતા સાથે સંપૂર્ણપણે છેતરપિંડી છે પરંતુ ભાજપે જે સંકલ્પ પત્ર જાહેર કર્યો છે તેને પૂરો કરવામાં આવશે.

આ પણ વાંચોઃ છત્તીસગઢ ચૂંટણીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યોઆ પણ વાંચોઃ છત્તીસગઢ ચૂંટણીઃ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કર્યો

English summary
BJP President Amit Shah and CM Raman Singh released manifesto for Chhattisgarh assembly elections 2018
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X