For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એમ્સથી ડિસ્ચાર્જ થયા અમિત શાહ, સ્વાઈન ફ્લૂથી પીડિત હતા

થોડા દિવસો પહેલા સ્વાઈન ફલૂનો શિકાર બનેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહને રવિવારે એમ્સથી રજા આપી દેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

થોડા દિવસો પહેલા સ્વાઈન ફલૂનો શિકાર બનેલા ભાજપના અધ્યક્ષ અમિત શાહને રવિવારે એમ્સથી રજા આપી દેવામાં આવી છે. આ માહિતી ભાજપના નેતા અનિલ બલુનીએ આપી હતી. આપને જણાવી દઈએ કે આ અઠવાડિયે, સ્વાઈન ફ્લૂ રોગને લીધે શાહને દિલ્હીમાં એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનિલ બલુની ઘ્વારા ટવિટ કરીને જણાવવામાં આવ્યું કે આપણા બધા માટે આનંદના સમાચાર છે કે આપણા યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પૂર્ણરૂપે સ્વસ્થ થઈને એમ્સથી ડિસ્ચાર્જ થઈને પોતાના નિવાસસ્થાને આવી ચુક્યા છે.

amit shah

રવિવારે સવારે ભાજપના અધ્યક્ષ અમિત શાહને એઇમ્સ થી ચાર દિવસ બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એવું કહેવામાં આવ્યું છે કે ડોક્ટરોએ તેમને થોડા દિવસો માટે આરામ કરવાની સલાહ આપી છે. અમિત શાહના ડિસ્ચાર્જ વિશે માહિતી શેર કરતા ભાજપા નેતાએ ટવિટ કરીને જણાવ્યું છે કે, આપણા બધા માટે આનંદના સમાચાર છે કે આપણા યશસ્વી રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પૂર્ણરૂપે સ્વસ્થ થઈને એમ્સથી ડિસ્ચાર્જ થઈને પોતાના નિવાસસ્થાને આવી ચુક્યા છે. બધા જ શુભચિંતકો અને કાર્યકર્તાઓની શુભકામનાઓ માટે આભાર.

આ પણ વાંચો: અમિત શાહના નિવેદન પર ભડકી શિવસેના કહ્યુ ભાજપને દફનાવી દઈશુ

આપને જણાવી દઈએ કે કૉંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે અમિત શાહના 'સ્વાઇન ફ્લૂ' વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. અમિત શાહની બીમારી પર ટિપ્પણી કરતા કૉંગ્રેસના નેતા બીકે હરિપ્રસાદે તેને 'સુવર કે ઝુકામ' ગણાવ્યું હતું અને કહ્યું હતું કે કર્ણાટકમાં સરકાર અસ્થિર કરવાનો પ્રયાસ કરશે તો હજુ વધારે ગંભીર રોગો થશે. કેન્દ્રીય પ્રધાન પીયૂષ ગોયલ અને રાજ્યવર્ધન સિંહ રાઠોડે કૉંગ્રેસના નેતાના આ નિવેદન પર જોરદાર પ્રહાર કર્યા છે.

આ પણ વાંચો: અમિત શાહને ફસાવવા માટે કોંગ્રેસે કર્યો હતો CBIનો ઉપયોગઃ સ્મૃતિ ઈરાની

English summary
BJP President Amit Shah has been discharged from AIIMS Delhi swine flu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X