For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસની વિરુદ્ધમાં, તેમછતાં ઉજવણી કરી રહ્યા છેઃ અમિત શાહ

ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે કર્ણાટકમાં હાલમાં જ થયેલા ઘટનાક્રમ પર પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી. પત્રકારોને સંબોધિત કરતા કહ્યુ કે અમે કર્ણાટકની જનતાનો આભાર માનીએ છીએ.

|
Google Oneindia Gujarati News

ભાજપ અધ્યક્ષ અમિત શાહે સોમવારે કર્ણાટકમાં હાલમાં જ થયેલા ઘટનાક્રમ પર પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરી. પત્રકારોને સંબોધિત કરતા કહ્યુ કે અમે કર્ણાટકની જનતાનો આભાર માનીએ છીએ. આ ચૂંટણીમાં અમારુ પ્રદર્શન સારુ રહ્યુ છે. અમિત શાહે કહ્યુ કે કર્ણાટકમાં કોંગ્રેસની 122 સીટોથી ઘટીને 78 થઈ ગઈ છે. તેમના અડધાથી વધુ મંત્રી ચૂંટણી હારી ગયા છે. તેમના મુખ્યમંત્રી પણ હારી ગયા છે તેમછતાં ઉજવણી કરી રહ્યા છે, કોંગ્રેસ પક્ષના નેતાઓએ કહેવુ જોઈએ કે તે કર્ણાટકમાં શેની ઉજવણી કરી રહ્યા છે.

amit shah

અમિત શાહે કહ્યુ કે કર્ણાટકમાં ભારતીય જનતા પક્ષ સૌથી મોટો પક્ષ બનીને ઉભર્યો છે. કર્ણાટકમાં અમારા પક્ષના વોટશેરમાં પણ ભારે વધારો થયો છે. અમિત શાહે કહ્યુ કે કોંગ્રેસ 3પી (પંજાબ, પુડુચેરી અને પરિવાર) માં સમેટાઈને રહી ગઈ છે. કર્ણાટકમાં જનાદેશ કોંગ્રેસની વિરોધમાં આવ્યો તો પણ ઉજવણી કરી રહ્યા છે.

અમિત શાહે કહ્યુ કે હાલમાં જ ભાજપને 9 લોકસભા સીટોમાં હાર મળી જેને બહુ જોર-શોરથી પ્રચારિત કરવામાં આવી. અમે કોંગ્રેસ અને વિપક્ષ પાસેથી 14 રાજ્યો છીનવી લીધા. શાહે કહ્યુ કોંગ્રેસે જીતની નવી વ્યાખ્યા બનાવી, તેમની નવી વ્યાખ્યા 2019માં અમારા કામમાં આવશે. અમિત શાહે કહ્યુ કે કર્ણાટક વિશે કેટલાક દળ દુષ્પ્રચાર કરી રહ્યા છે. કોંગ્રેસ નેતાઓએ ધારાસભ્યોને પૈસાની ઓફર મળ્યાની ખોટી વાતો ફેલાવી હતી. વળી, અમિત શાહે કહ્યુ કે આશા છે કે કોંગ્રેસને હવે સુપ્રિમ કોર્ટ, ચૂંટણી આયોગ અને ઈવીએમ પસંદ આવશે અને તેના પર સવાલ નહિ કરે. ભાજપ પર હોર્સ ટ્રેડિંગના લાગેલા આરોપો પર અમિત શાહે કહ્યુ કે અમે ધારાસભ્યોનું ખરીદ-વેચાણ કર્યુ નથી. પરંતુ કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને બંધક બનાવીને રાખ્યા હતા. જો તેમને બંધક ના બનાવતા તો અમારી સરકાર જરૂર બનતી.

English summary
bjp president amit shah press conference on karnataka assembly election result
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X