For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચૂંટણી પછીની રણનીતિ બનાવવામાં જોડાયા અમિત શાહ

વિધાનસભા ચૂંટણી પુરી થયા પછી અને વિરોધમાં આવેલા એક્ઝીટ પોલ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના મહાસચિવોની એક બેઠક બોલાવી છે.

|
Google Oneindia Gujarati News

વિધાનસભા ચૂંટણી પુરી થયા પછી અને વિરોધમાં આવેલા એક્ઝીટ પોલ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પાર્ટીના મહાસચિવોની એક બેઠક બોલાવી છે. આ બેઠક દિલ્હીના ભાજપા મુખ્યાલયમાં ચાલી રહી છે. બેઠકમાં ચૂંટણી પછી આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે. ભાજપા અધ્યક્ષે તેવા મહાસચીવો સાથે મુલાકાત કરી જેમને ચૂંટણીમાં મહત્વની જવાબદારીઓ આપવામાં આવી હતી. આ બેઠકમાં પાર્ટીના બધા જ મહાસચિવ રામ માધવ, ભુપેન્દર યાદવ, અરુણ સિંહ, કૈલાશ વિજયવર્ગીય, સરોજ પાંડે, અનિલ જૈન હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: રામચંદ્ર ગુહાએ ફોટો ટ્વીટ કરી કહ્યું- બીફ ખાઈ રહ્યો છું, ભાજપના ગોવામાં જશ્ન મનાવી રહ્યો છું

એક્ઝીટ પોલમાં ભાજપને ભારે નુકશાન

એક્ઝીટ પોલમાં ભાજપને ભારે નુકશાન

વિધાનસભા ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીને એક્ઝીટ પોલમાં ભારે નુકશાન થવાની વાત સામે આવી રહી છે. પરંતુ પાર્ટી હજુ પણ માને છે કે તેઓ ત્રણ રાજ્યોમાં જીતી શકશે. તેમને દાવો કર્યો કે આ પરિણામ પછી ભાજપ સરકાર બનાવવાની સ્થિતિમાં છે.

આગળની રણનીતિ પર ચર્ચા થઇ

આગળની રણનીતિ પર ચર્ચા થઇ

પાર્ટીના પોતાના સર્વેમાં તેના કરતા વિપરીત પરિણામ સામે આવ્યા છે. તેમને દાવો કર્યો છે કે તેમના પરિણામ વધારે સટીક છે અને તેઓ આ રાજ્યોમાં સરકાર બનાવવાની સ્થિતિમાં છે. આ બેઠકમાં મહાસચિવ રામલાલ, અરુણ સિંહ સહીત ઘણા મહાસચિવોએ દરેક રાજ્યોમાં ભાજપની સંભાવના પર ચર્ચા કરી. ભાજપના સૂત્રોનું માનવું છે કે તેમને આ બાબતે પણ ચર્ચા કરી છે કે જો તેમને જરૂરી સીટો નહીં મળી તો તેઓ કોની સાથે ગઠબંધન કરશે.

એક્ઝીટ પોલ પછી બેઠક બોલાવી

એક્ઝીટ પોલ પછી બેઠક બોલાવી

અમિત શાહે અલગ અલગ રાજ્યોના એક્ઝીટ પોલ પછી બેઠક બોલાવી. આ એક્ઝીટ પોલ અનુસાર ભાજપ સત્તાથી બહાર થઇ રહી છે. રામલાલ દરેક રાજ્યમાં ગ્રાઉન્ડ લેવલ પર ભાજપ અને આરએસએસ વર્કર્સની મદદ ઘ્વારા બૂથ મેનેજમેન્ટની જવાબદારી સંભાળી રહ્યા હતા જયારે અનિલ જૈન પાર્ટી પાર્ટી અધ્યક્ષની રેલીઓને સંભાળી રહ્યા હતા. આ બેઠકમાં તે દરેક વિધાનસભાની ડીટેલ પર ચર્ચા કરવામાં આવી જ્યાં પાર્ટીના હારની સંભાવના છે. પાર્ટી અધ્યક્ષને સરકાર બનાવવાનો પૂરો ભરોષો છે.

English summary
BJP president discusses post poll strategy with top party leaders; confident to win
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X