For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બીજેપી અને પીડીપી ગઠબંધન તૂટ્યું, મહેબુબા સરકાર પડી ભાંગશે

ભારતીય જનતા પાર્ટી ઘ્વારા જમ્મુ કાશ્મીર સરકાર પીડીપી પાસેથી સમર્થન પાછું લઇ લેવામાં આવ્યું છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી ઘ્વારા જમ્મુ કાશ્મીર સરકાર પીડીપી પાસેથી સમર્થન પાછું લઇ લેવામાં આવ્યું છે. બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ ના ઘરે થયેલી આ મિટિંગમાં પીડીપી સાથે ગઠબંધન તોડી દેવામાં આવ્યું છે. બીજેપી ઘ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે પીડીપી સાથે ગઠબંધન હવે તેમના માટે શક્ય નથી. સીએમ મહેબુબા મુફ્તીના આગ્રહ પર રમઝાન દરમિયાન કેન્દ્ર સરકારે સીઝફાયરની ઘોષણા કરી હતી. રામ માધવ ઘ્વારા પ્રેસ કોન્ફ્રન્સ કરીને આ વાતની જાણકારી આપવામાં આવી છે.

શુ બોલ્યા રામ માધવ ?

શુ બોલ્યા રામ માધવ ?

રામ માધવ ઘ્વારા જણાવવામાં આવ્યું કે ત્રણ વર્ષ પહેલા સરકાર બનાવી હતી ત્યારે જનતાનો જનાદેશ વિખંડિત હતો. જમ્મુ કાશ્મીરમાં ભાજપને પૂર્ણરૂપે સમર્થન મળ્યું જયારે પીડીપી બહુમત મેળવી ગયું. એક કોમન મિનિમમ પ્રોગ્રામ હેઠળ અમારી સરકાર ચાલી.

80,000 કરોડ રૂપિયાનું પેકેજ

80,000 કરોડ રૂપિયાનું પેકેજ

ભારતીય જનતા પાર્ટીનો મકસદ હતો કે શાંતિ બની રહે અને અહીં સારો એવો વિકાસ થાય. પરંતુ આજે સ્થિતિ ખુબ જ અલગ બની છે. કાશ્મીરમાં કટ્ટરવાદ ખુબ જ ઝડપથી વધી રહ્યો છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને દરેક સંભવ મદદ કરી છે. કેન્દ્ર સરકાર ઘ્વારા જમ્મુ કાશ્મીર સરકારને 80,000 કરોડ રૂપિયાનું પેકેજ પણ આપવામાં આવ્યું છે.

મહેબુબા મુફ્તી સરકાર પડવી નક્કી

મહેબુબા મુફ્તી સરકાર પડવી નક્કી

જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફ્તી સરકાર પડવી નક્કી છે. બીજેપી ઘ્વારા સપોર્ટ પાછો ખેંચી લેવાને કારણે હવે હવે મહેબુબા મુફ્તી સરકાર પાસે બહુમત નહીં રહે.

અમિત શાહના ઘરે થયી બેઠક

અમિત શાહના ઘરે થયી બેઠક

આ પહેલા અમિત શાહ ઘ્વારા જમ્મુ કાશ્મીર સરકારમાં શામિલ બીજેપી મંત્રીઓની એક બેઠક દિલ્હીમાં બોલાવવામાં આવી હતી. પીડીપી ઇચ્છતી હતી કે કેન્દ્ર સરકાર અલગાવવાદીઓ સાથે વાત કરે. પરંતુ કેન્દ્ર સરકાર માને છે કે અલગાવવાદીઓ ઘ્વારા તે મોકો ગુમાવી દેવામાં આવ્યો છે.

English summary
BJP pulls out of an alliance with PDP in Jammu & Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X