ભાજપનું ઘોષણાપત્ર LIVE: એફડીઆઇને મંજૂરી નહીં

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 એપ્રિલઃ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચૂંટણી ઘોષણાપત્ર જાહેર કરવામાં આવી રહ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા મુરલી મનોહર જોશી હાલ ભાજપનું ઘોષણાપત્ર જાહેર કરી રહ્યાં છે. આ તકે પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ, પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સહિતના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્થિત છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા એવું જાહેર કરવામાં આવ્યું હતું કે ભાજપનું ઘોષણાપત્ર ટીવી પર જાહેર કરવામાં નહીં આવે, પરંતુ હવે તેને ટીવી પર પણ લાઇવ કરવામાં આવી રહ્યું છે.

bjp-manifesto
ઘોષણાપત્ર જાહેર કરતી વખતે જોશીએ કહ્યું કે, આતંકવાદને રોકવા માટે ખાસ પગલાં ભરવામાં આવશે. મોંઘવારીને કાબુમાં લેવા માટે ઉચિત પગલાં ભરવામાં આવશે. વદેશમાંથી કાળું નાણું પરત લાવવામાં આવશે. ભાવને સ્થિર રાખવા માટે ફંડ પૂરુ પાડવામાં આવશે. નવી રોજગારી ઉભી કરવામાં આવશે તથા રોજગારીની ખાસ વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવશે. ભ્રષ્ટાચાર રોકવા માટે ઇ ગવર્નન્સ લાવવામાં આવશે.

તેમણે વધુંમાં કહ્યું કે, રિટેલમાં એફડીઆઇને મંજૂરી નહીં આપવામાં આવે. એફસીઆઇને ત્રણ ભાગમાં વહેંચવામાં આવશે. સ્વર્ણિ ચતુર્ભુજ બુલેટ ટ્રેન શરૂ કરવામાં આવશે. બ્લેક માર્કેટિંગ રોકવા માટે સ્પેશિયલ કોર્ટ શરૂ કરવામાં આવશે. ટેક્સ ટેરેરિઝમ રોકવા કડક પગલાં હાથ ધરવામાં આવશે. ટેક્સ નિયમોમાં સુધારો કરવામાં આવશે. ટીમ ઇન્ડિયાની જેમ બ્રાન્ડ ઇન્ડિયા પર જોર આપવામાં આવશે. આયાત-નિકાસના નવા કાયદા લાવવામાં આવશે, બેન્કોની ખરાબ હાલત સુધારવામાં આવશે.

English summary
BJP set to release its poll manifesto; senior BJP leader Murli Manohar Joshi speaks ahead of unveiling the manifesto.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X