લોકસભા ચૂંટણી 2019: ભાજપે જાહેર કરી 11 ઉમેદવારોની ચોથી યાદી
નવી દિલ્હીઃ આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ભારતીય જનતા પાર્ટીએ 11 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી દીધી છે. અગાઉ ભાજપે 36 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી હતી. ભાજપે શનિવારે ઉત્તર પ્રદેશની ત્રણ સીટ, તેલંગાણાની 6 સીટ, પશ્ચિમ બંગાળની એક સીટ અને કેરળની એક સીટ પર ઉમેદવારોના નામનું એલાન કર્યું છે. જણાવી દઈએ કે દેશભરમાં સાત તબક્કામાં લોકસભા ચૂંટણી સંપન્ન થનાર છે.

ભાજપે 11 નામોની ચોથી યાદી જાહેર કરી
તેલંગાણાની 6 સીટ માટે ભાજપે પોતાના ઉમેદવારોના નામની ઘોષણા કરી દીધી છે. જ્યારે કેરળની એક સીટ પથાનમથિટ્ટાથી એસ કુમારને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે પશ્ચિમ બંગાળની એક સીટ જંગીપુરથી મફૂઝા ખાતૂનને પાર્ટીએ ઉમેદવાર બનાવ્યા છે. 11 ઉમેદવારોની આ યાદીમાં ઉત્તર પ્રદેશની ત્રણ સીટ માટે પણ ઉમેદવારોના નામનું એલાન કર્યું છે.
|
કૈરાનાથી પ્રદીપ ચૌધરીને ટિકિટ આપી
ભાજપે ઉત્તર પ્રદેશની કૈરાના, નગીના અને બુલંદશહર લોકસભા સીટ માટે ઉમેદવારોનું નામ એલાન કરી દીધું છે. કૈરાના પેટા ચૂંટણી મેંમૃગાંકા સિંહ ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી જેમણે હારનો સામનો કરવો પડ્યો હતો. મૃગાંકા સિંહ દિવંગત ભાજપી નેતા હુકમ સિંહની દીકરી છે. પાર્ટીએ લોકસભા ચૂંટણી 2019 માટે પ્રદીપ ચૌધરીને ટિકિટ આપી છે. આ ઉપરાંત પાર્ટીએ નગીના સીટ પર ડૉક્ટર યશવંતને ઉતાર્યા છે. જ્યારે બુલંદશહર લોકસભા સીટથી ભોલા સિંહને ટિકિટ આપી છે.

નગીા અને બુલંદશહરમાં ઉમેદવાર ન બદલ્યા
અગાઉ ભાજપે 36 ઉમેદવારોના નામનું એલાન મોડી રાત્રે કર્યું હતું. આ યાદીમાં સંબિત પાત્રાનું નામ પણ સામેલ છે, જેમણે પાર્ટીએ ઓરિસ્સાની પૂરી સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત ગિરીશ બાપટને મહારાષ્ટ્રના પુણેથી ટિકિટ આપવામાં આવી છે. પાર્ટીની ત્રીજી યાદીમાં આંધ્ર પ્રદેશની 23, મહારાષ્ટ્રની 6, ઓરિસ્સાના 5, મેઘાલયની એક અને આસામની એક સીટ પર ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કહ્યું હતું કે અમે પહેલા અને બીજા તબક્કામાં ઉમેદવારોના નામ જલદી જ ઘોષિત કરવા માંગીએ છીએ અને તેના પર અમે કામ કરી રહ્યા છીએ.
બિહારમાં રાહુલ ગાંધીઃ મોદી અને આરએસએસથી નથી ડરતો, માત્ર એક વસ્તુથી ડરુ છુ