For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘોષણાપત્રમાં ભાજપનું વચન, બિહારના દરેક નાગરિકને મફતમાં કોરોનાની રસી મળશે

ઘોષણાપત્રમાં ભાજપનું વચન, બિહારના દરેક નાગરિકને મફતમાં કોરોનાની રસી મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ ભાજપના નેતા અને કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે બિહાર વિધાનસભા ચૂંટણી માટે ગુરુવારે ભાજપનો ઘોષણાપત્ર જાહેર કર્યો. ઘોષણાપત્રમાં કેટલાય મહત્વના વચનોની સાથોસાથ રાજ્યમાં તમામને મફતમાં કોરોનાની રસી આપવાની વાત પણ કહેવામાં આવી છે. નિર્મલા સીતારમણે ઘોષણા પત્ર જાહેર કરતા કહ્યું, ભારતમાં ત્રણ વેક્સીન ઉત્પાદન લગભગ નક્કી જ થઈ ચૂક્યાં છે. જો વૈજ્ઞાનિક બોલે કે વેક્સીન ઠીક છે અને ઉત્પાદન કરી શકીએ છીએ તો અમે મોટા પાયે ઉત્પાદન માટે તૈયાર છીએ. દેશમાં કોરોના વેક્સીનનું ઉત્પાદન ઉચ્ચ સ્તરે થશે જેથી બિહારમાં બદાને મફતમાં વેક્સીન મળી શકે.

રસી અમારું પહેલું વચન

રસી અમારું પહેલું વચન

બિહાર વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાના ઘોષણાપત્રમાં 'આત્મનિર્ભર બિહાર' માટે 5 સૂર્ત 1 લક્ષ્ય 11 સંકલ્પ પર જોર આપ્યું છે. બિહાર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સંજય જાયસવાલ અને પાર્ટીના અન્ય નેતાઓ સાથે ઘોષણા પત્ર જાહેર કરતા નિર્મલા સીતારમણે કહ્યું કે જેમ વેક્સીનનું મોટાપાયે ઉત્પાદન શરૂ થશે, બિહારના દરેક નાગરિકને મફતમાં રસી મળશે. આ અમારા ચૂંટણી ઢંઢેરાનું પહેલું વચન છે.

ભાજપે આ વચન આપ્યાં

ભાજપે આ વચન આપ્યાં

ભાજપના ઘોષણાપત્રમાં કરાયેલા વચનોમાં- દરેક બિહારવાસીને કોરોનાની પ્રી રસી, મેડિકલ, એન્જીનિયરિંગ, ટેક્નોલોજી શિક્ષણને હિન્દી ભાષામાં ઉપલબ્ધ કરાવવા, રાજ્યમાં ત્રણ લાખ નવા શિક્ષકોની ભરતી, નેક્સ્ટ જનરેશન આઈટી હબમાં પાંચ લાખ રોજગાર, એક કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવામાં આવે, સ્વાસ્થ્ય વિભાગમાં એક લાખ નોકરી, 2024 સુધી દરભંગા એમ્સ ચાલુ કરાવવી, ધાન્ય અને ઘું બાદ કઠોડની ટેકાના ભાવે ખરીદી, 30 લાખ લોકોને 2020 સુધી પાક્કું મકાન, 2 વર્ષમાં 15 નવા પ્રોસેસિંગ ઉદ્યોગો લગાવશે, માછલી ઉછેરને પ્રોત્સાહન અને કેડૂત ુત્પાદન સંઘથી 10 લાખ રોજગાર સામેલ છે.

એનડીએ શાસનમાં બિહારનો વિકાસ થી રહ્યોઃ સીતારમણ

એનડીએ શાસનમાં બિહારનો વિકાસ થી રહ્યોઃ સીતારમણ

નિર્મલા સીતારમણે કહ્યું કે બિહારમાં 15 વર્ષ પહેલા જ્યાં બજેટ 23000 કરોડનું હતું, તો હવે બે લાખ કરોડનું થઈ ગયું છે. રાજ્યનો જીડીપી ગ્રોથ 2005 સુધી જ્યાં 3 ટકા હતો, તે આજે વધીને 11.3 ટકા સુધી પહોંચી ગયો છે. જંગલરાજના સમયે સ્તર શું છે તમે જોયું અને જ્યારે પ્રસાસન જનતા માટે કામ કરે ત્યારે આવું જ પરિણામ આવે છે. સીતારમણે કહ્યું કે બિહારના લોકો રાજનીતિ અને કહેલી વાતોની સરખી રીતે સમજે છે. દેશમાં એકમાત્ર રાજનૈતિક દળ છે જે કહે છે તે જ કરે છે. બિહારની જનતાને નરેન્દ્ર મોદીની સરકાર પર પૂરો વિશ્વાસ છે. કોરોના મહામારી અને લૉકડાઉન બાદ વડાપ્રધાને ગરીબો માટે મફત અનાજ આપવાની ઘોષણા કરી હતી. આખા દેશ સાથે બિહારમાં પણ છઠ પર્વ સુધી મફતમાં ગરીબોને ઘર સુધી અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે.

કોલકત્તાઃ પીએમ મોદી આજે દૂર્ગા પૂજામાં થશે શામેલ, લગાવ્યા 78 હજાર ટીવી સ્ક્રીનકોલકત્તાઃ પીએમ મોદી આજે દૂર્ગા પૂજામાં થશે શામેલ, લગાવ્યા 78 હજાર ટીવી સ્ક્રીન

English summary
BJP's promise in manifesto, every citizen of Bihar will get free corona vaccine
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X