કત્લેઆમ પછી માફી માગે છે ભાજપ: મુલાયમ

Posted By:
Subscribe to Oneindia News

અલ્હાબાદ, 2 માર્ચ: સમાજવાદી પાર્ટી પ્રમુખ મુલાયમ સિંહ યાદવે રવિવારે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર તીક્ષ્ણ પ્રહારો કર્યા. મુલાયમે જણાવ્યું કે 'મોદી માનવતાના હત્યારા છે.' પરેડ ગ્રાઉંડમાં ભારે જનસભાને સંબોધિત કરતી વખતે યાદવે કોંગ્રેસ પર પણ નિશાન તાક્યું, અને કહ્યું કે બંને પ્રમુખ પાર્ટીઓ દેશની સમૃદ્ધિ માટે ખતરનાક છે.

મુલાયમે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહના મુસલમાનો પ્રત્યે વ્યક્ત કરવામાં આવેલા પ્રેમની પણ મજાક ઉડાવી. તેમણે જણાવ્યું કે 'જનસંહાર કર્યા બાદ ભાજપ હવે માફી માગી રહી છે. શું તે સ્વીકારવા યોગ્ય છે.'

મુલાયમે દાવો કર્યો કે મોદીનો જાદુ ઉત્તર પ્રદેશમાં ચાલશે નહીં. તેમણે ગુજરાતના તથાકથિત વિકાસ મોડેલની પણ ટીકા કરી. તેમણે જણાવ્યું કે 'ગુજરાતમાં કંઇપણ નથી. વિશેષજ્ઞોનું કહેવું છે કે સૌથી દુષિત નદીઓ ગુજરાતમાં જ છે.'

mulayam singh yadav
યાદવે પોતાના ભાષણમાં કોંગ્રેસને પણ આડા હાથે લીધી, અને જણાવ્યું કે 'કોંગ્રેસની પાસે ગરીબ અને લઘુમતી જનતા માટે કોઇ નીતિ નથી. અહીં સુધી કે દેશની સીમા પણ કોંગ્રેસના હાથમાં સુરક્ષિત નથી.'

આ રેલીમાં ઉપસ્થિત ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે જણાવ્યું કે તેમની સરકારે ઘણીબધી સારી કલ્યાણકારી યોજનાઓ લાગુ કરી છે, જેને અન્ય રાજ્યોની સરકારો પણ અપનાવી રહી છે. તેમણે જણાવ્યું કે આ વર્ષના અંતમાં અલ્હાબાદ શહેરમાં 2,000 મેગાવોટ પાવરની ક્ષમતાવાળા સંયંત્ર કરવાની જાહેરાત કરી છે.

English summary
BJP saying sorry after riots: Mulayam singh yadav.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.