• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'ખૂની પંજા' પર ECની નોટિસનો જવાબ આપવા મોદીએ માગ્યો સમય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 16 નવેમ્બર: છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર દરમિયાન એક રેલીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના ચૂંટણી ચિહ્નને ખૂની પંજો કહેવા પર ચૂંટણી પંચે નોટિસ ફટકારી હતી. અને જવાબ આપવા જણાવ્યું હતું. નરેન્દ્ર મોદીએ આ નોટિસના પગલે ચૂંટણી પંચને જવાબ આપવા માટે સમય માગ્યો છે.

નરેન્દ્ર મોદીની 'ખૂની પંજા' ટિપ્પણી પર જવાબ આપવા માટે ભાજપે ચૂંટણી પંચને એવું કહીને અઠવાડિયાનો સમય વધુ માગ્યો કે આ દિવસોમાં તેઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. જોકે ચૂંટણી પંચે મોદીને 16 નવેમ્બર સાંજે 5 વાગ્યા સુધી આ અંગે જવાબ આપવા જણાવ્યું હતું. આજે તેમનો સમય સમાપ્ત થતા પહેલા ભાજપે જવાબ આપવા માટે વધું સમયની માગણી કરી છે.

નરેન્દ્ર મોદી દ્વારા કોગ્રેસના ચૂંટણી ચિહ્નને ખૂની પંજા કહેવા પર કોંગ્રેસે ચૂંટણી પંચ પાસે ફરિયાદ કરી હતી જેથી પંચે તેને આચાર સંહિતાનું ઉલ્લંઘન માની નોટિસ જારી કરી હતી.

આ પહેલા ચૂંટણી પચે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને પણ તેમના આઇએસઆઇવાળા નિવેદન પર નોટિસ મોકલીને જવાબ માગ્યો હતો. રાહુલે પોતાનો જવાબ મોકલ્યો પંચે તેમને સંભાળીને બોલવાની સલાહ આપી છે.

English summary
The Bharatiya Janata Party has sought more time to reply to the notice issued by the Election Commission to Narendra Modi over his 'khooni panja' remark.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X