શાહ અને ઠાકરે વચ્ચે વાત બની, થઇ શકે છે સીટોનું એલાન
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અને શિવસેના વચ્ચે કડવાશ દૂર થઇ રહી છે. સૂત્રો અનુસાર ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધન અંગે મામલે ઉકેલાઈ ચુક્યો છે. એટલું જ નહીં પરંતુ બંને વચ્ચે લોકસભા અને વિધાનસભા ચૂંટણી મારે સીટોની વહેંચણી વિશે એલાન કરી દેવામાં આવશે. સૂત્રો અનુસાર આજે બંને પક્ષના નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઇ. ફક્ત કેટલીક મામૂલી વાતો બાકી છે. ત્યારપછી માનવામાં આવી રહ્યું છે કે ખુબ જ જલ્દી ગઠબંધનનું એલાન કરી દેવામાં આવશે.
શું નરેન્દ્ર મોદી ફરીથી બનશે દેશના પ્રધાનમંત્રી? ભાઈ પ્રહલાદ મોદીએ આપ્યુ નિવેદન

50-50 ટકા સીટો પર વાત
સૂત્રો અનુસાર અમિત શાહ આજે મુંબઈ પહોંચી શકે છે અને તેઓ ઉદ્ધવ ઠાકરે સાથે સીટોની વહેંચણી અંગે એલાન કરી શકે છે. હજુ સુધી બંને દળો વચ્ચે સીટોની વહેંચણી સ્પષ્ટ નથી થઇ શકી. પરંતુ માનવામા આવી રહ્યું છે કે બંને દળો 50-50 ટકા સીટો પર ચૂંટણી લડી શકે છે. શિવસેના પોતે ઈચ્છે છે કે 50-50 ટકા સીટો પર બંને પાર્ટી ચૂંટણી લડે. પરંતુ હજુ સુધી પ્રદેશનો મુખ્યમંત્રી કઈ પાર્ટીનો હશે તેના પર કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો.

પાલઘરની સીટ ઈચ્છે છે શિવસેના
ગઠબંધન માટે શિવસેનાએ ભાજપ સામે કેટલીક શરતો મૂકી છે. શિવસેના ઈચ્છે છે કે ચૂંટણીનું પરિણામ કોઈ પણ આવે પરંતુ મુખ્યમંત્રી તેમની પાર્ટીનો હોવો જોઈએ. મહારાષ્ટ્રમાં કુલ 48 લોકસભા સીટો છે, જેમાંથી પાલઘર સીટ શિવસેનાને જોઈએ છે. આપને જણાવી દઈએ કે 2014 લોકસભા ચૂંટણીમાં ભાજપને અહીં જીત મળી હતી.

અંતિમ સમયે ફેરબદલ થઇ શકે છે
સૂત્રો અનુસાર બંને પાર્ટીઓ વચ્ચે વાતચીત અંતિમ ચરણમાં છે. અંતિમ સમયમાં કંઈક મોટું થવાની શક્યતા છે ગઠબંધનની મોટી શરતો પર વાત થઇ ચુકી છે. પરંતુ અંતિમ સમયમાં સીટોની વહેંચણી પર ફેરબદલ થઇ શકે છે.

શિવસેના સતત ભાજપ પર પ્રહાર કરતુ રહ્યું છે
આપને જણાવી દઈએ કે શિવસેના છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર અને પીએમ મોદી પર સતત પ્રહાર કરી રહી છે. બધા જ અવસરે શિવસેનાએ ભાજપ પર સવાલ કરીને વિપક્ષનું સમર્થન કર્યું છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ રામમંદિર મુદ્દે ભાજપ સરકારને ઘેરી છે. પરંતુ હવે જોવાનું છે કે ગઠબંધન અને સીટોની વહેંચણી પછી શિવસેના ભાજપ પ્રત્યે કેવો અભિગમ દાખવે છે.