For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીને ઇતિહાસનું ટ્યૂશન અપાવે ભાજપ: દિગ્વિજય

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

ઇન્દોર, 17 નવેમ્બર: દેશની ઐતિહાસિક ઘટના વિશે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના જ્ઞાન પર સવાલ ઉઠાવતાં કોંગ્રેસના મહાસચિવ દિગ્વિજય સિંહે કટાક્ષ કર્યો હતો કે ભાજપે પોતાન વડાપ્રધાન પદના ઉમેદવારને ઇતિહાસનું ટ્યૂશન અપાવવું જોઇએ.

દિગ્વિજય સિંહે ગઇકાલે રાત્રે અહીં આઝાદ નગરમાં ચૂંટણી સભામાં કહ્યું હતું કે 'આજકાલ ભાજપે મોદીનો તાવ ચઢ્યો છે. પરંતુ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવારને દેશના ઇતિહાસની ખબર નથી, જે આપણા ત્યાં 12મા ધોરણમાં ભણાવવામાં આવે છે.' તેમને વ્યંગ્ય કર્યો ' ભાજપને મોદીને ટ્યૂશન અપાવવું જોઇએ, જેથી તેમને દેશનો ઇતિહાસ ખબર પડે.' કોંગ્રેસ મહાસચિવે નરેન્દ્ર મોદીને 'ફેંકુ નંબર વન' ગણાવતાં કહ્યું હતું કે 'મેં મોદીના 300 જુઠાણા ભેગા કર્યા છે. હું આ જુઠાણાંને જલદી ફેસબુક અને ટ્વિટર પર અપલોડ કરવાનો છું.'

narendera-modi-digvijay

દિગ્વિજય સિંહે કેશુભાઇ પટેલને લઇને લાલકૃષ્ણ અડવાણી જેવા વરિષ્ઠ નેતાઓના નામ ગણાવતાં કહ્યું હતું કે 'જે હાથે નરેન્દ્ર મોદીને આગળ વધાર્યા, તેને તેમને કાપી નાખ્યા છે. હવે ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહનો નંબર છે.' કોંગ્રેસ મહાસચિવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવતાં વિકાસના દાવાઓને પોકળ ગણાવતાં તેમને 'ફેંકુ નંબર ટુ'ની પદવી આપી હતી.

તેમને કહ્યું હતું કે શિવરાજ સિંહના ભાઇ નરેન્દ્રના કથિત ભ્રષ્ટાચારની સીડી સામે આવી ગઇ છે. પરંતુ તેની ફરિયાદ મળ્યા બાદ પોલીસ તેમના વિરૂદ્ધ કોઇ તપાસ કરી નથી રહી, કારણ કે તે મુખ્યમંત્રીના ભાઇ છે. દિગ્વિજય સિંહે એ પણ આરોપ લગાવ્યો હતો કે પ્રદેશમાં સત્તારૂઢ ભાજપની મિલીભગતથી લગભગ 1,000 'મુન્નાભાઇઓ'ને મેડિકલ કોલેજોમાં બોગસ રીતે પ્રવેશ અપાવવામાં આવ્યો.

English summary
Congress General Secretary Digvijay Singh took a dig at BJP's prime ministerial nominee Narendra Modi for his frequent gaffes at poll rallies and asked the saffron party to arrange history lessons for him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X