For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપને WWEમાં મોકલવી જોઇએ : કોંગ્રેસ

|
Google Oneindia Gujarati News

cong-bjp-logo
મુંબઇ, 12 જૂન : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પાર્ટીમાં પ્રચાર સમિતીના પ્રમુખ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા ત્યાર બાદ ભાજપમાં સોમવારે અને મંગળવારે ઘટેલા ઘટનાક્રમ અંગે કોંગ્રેસે હળવા મજાક ચાલુ રાખ્યા છે. આ અંગે કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ ભગવા પાર્ટીની તુલના વ્યાવસાયિક કુશ્તીબાજી સાથે કરી છે.

અખિલ ભારતીય કોંગ્રેસ સમિતી મીડિયા સેલના સભ્ય અનંત ગાડગિલે ભાજપની સ્થિતિની મજાક કરતા જણાવ્યું કે "ટીમ ભાજપાએ આંતર દળીય કુશ્તીની કલામાં મહારત મેળવી લીધી છે. તેણે ઑલિમ્પિક કે WWE (વિશ્વ કુશ્તી મનોરંજન)માં ભાગ લેવા માટે જવું જોઇએ. "

મહારાષ્ટ્રમાં કોંગ્રેસના પ્રવક્તાની જવાબદારી પણ નિભાવી રહેલા ગાડગિલે જણાવ્યું કે "ગોવા અધિવેશન બાદ ભાજપમાં સર્જાયેલો ઘટનાક્રમ સાબિત કરે છે વિપક્ષી પાર્ટીએ આંતર દળીય રાજીય કુશ્તીબાજીની કલામાં મહારત મેળવી લીધી છે. ટીમ ભાજપા સંસદમાં હોવાને બદલે ઑલિમ્પિક કે ડબલ્યુડબલ્યુઇ માટે સૌથી વધારે યોગ્ય છે."

ગાડગિલે એમ પણ જણાવ્યું કે જો ચૂંટણી પ્રચાર સમિતીના પ્રમુખ તરીકે નરેન્દ્ર મોદીની નિયુક્તિથી ભાજપમાં અસ્થિરતા ઉભી થઇ શકે છે તો તેમને વડાપ્રધાન પદના ઉમેદવાર બનાવવામાં આવશે તો ભાજપમાં શું થશે? તેમણે એમ પણ જણાવ્યું કે ગુજરાતના મુખ્યમંત્રીની ભૂમિકામાં વધારો ભાજપાને જ ઘાયલ કરશે અને તેની કોંગ્રેસ પર કોઇ અસર નહીં પડશે.

English summary
BJP should be sent to WWE : Congress
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X