For Quick Alerts
For Daily Alerts
સુશીલ મોદીની સામે બળવો કરનાર બીજેપી ધારાસભ્ય સસ્પેન્ડ
પટણા, 21 જુલાઇ : બિહાર બિજેપીમાં બળવો થઇ ગયો છે. હાયાઘાટથી બીજેપી ધારાસભ્ય અમરનાથ ગામીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ગામીએ બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને વરિષ્ઠ બીજેપી નેતા સુશીલ મોદીની વિરુદ્ધ નિવેદન આપ્યું હતું, જેના પગલે તેમને પાર્ટીમાંથી બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે.
ગામીએ જણાવ્યું હતું કે સુશીલ મોદી એક નબળા નેતા છે અને તેઓ કોઇપણ નેતાને પોતાનાથી આગળ જવા દેવા માંગતા નથી. ગામીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા જણાવ્યું હતું કે બંનેની વચ્ચે કોઇ સરખામણી કરી શકાય તેમ નથી.
સૂત્રોએ આપેલી માહિતી અનુસાર સુશીલ મોદીના કામકાજને લઇને બિહાર બીજેપીના અન્ય નેતાઓમાં પણ અસંતોષ છે, જેમાં કેટલાંક ધારાસભ્યોનો પણ સમાવેશ થાય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે બીજેપી અને નીતિશ કુમારની પાર્ટી જેડીયૂ સાથેનો સંબંધ તુટ્યા બાદ બિહાર બીજેપીમાં બળવાના સૂર ઉઠવા એ બીજેપી માટે સારી બાબત નથી, આ રીતે બીજેપી લડતી રહેશે અને તેનો સીધો ફાયદો જેડીયૂને થશે.