For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપ મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બનાવશે

|
Google Oneindia Gujarati News

Narendra Modi
નવી દિલ્હી, 18 ફેબ્રુઆરી : વડાપ્રધાન પદના ઉમેદવાર અંગે લાંબા સમયથી મંથન અને ઘમાસાણથી ઘેરાયેલ ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ પ્રથમ પગલું ભરવાનું નક્કી કરી લીધું છે. પાર્ટીએ મોદીને લોકસભા ચૂંટણી 2014 માટેની પ્રચાર સમિતિના પ્રમુખ બનાવવાનો ફેંસલો કરી લીધો છે. ભાજપ હવે આ મુદ્દા ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની તૈયારીમાં છે. ભાજપે લગભગ નક્કી કરી લીધું છે કે તેના લોકસભા ચૂંટણી 2014 માટેના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી જ હશે અને તેમને ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ બનાવી પાર્ટી તે દિશામાં પ્રથમ પગલું ભરવાની તૈયારીમાં છે.

ભાજપે નરેન્દ્ર મોદીને લોકસભા ચૂંટણીમાં પૉઝિટિવ એજંડા સાથે રજૂ કરવાનું નક્કી કર્યું છે. પાર્ટી ઇચ્છે છે કે મોદીને સુશાસન ક્ષેત્રે પૉઝિટિવ એજંડા તરીકેની ભૂમિકા આપવામાં આવે કે જેના માટે તેઓ સમગ્ર દેશમાં પ્રખ્યાત થયાં છે.

સર્વવિદિત છે કે ગુજરાતમાં મોદીના નેતૃત્વમાં થયેલ વિકાસના કારણે જ આજે મોદીના વખાણ ગુજરાત બહાર સમગ્ર દેશમાં અને અમેરિકા, બ્રિટન તથા યૂરોપિય કમીશન સુધી થઈ રહ્યાં છે. ભાજપ એ પણ જાણે છે કે આરએસએસ એટલે કે સંઘ પણ મોદીને વડાપ્રધાન તરીકે રજૂ કરવા અંગે હકારાત્મક છે.

સૂત્રોએ જણાવ્યું કે આવતા મહીને ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી અને રાષ્ટ્રીય પરિષદની બેઠકો યોજનારા છે. તેમાં મોદીને ચૂંટણી પ્રચાર સમિતિના પ્રમુખ તરીકે નિયુક્ત કરી દેવામાં આવશે અને આ સાથે જ લોકસભા ચૂંટણી 2014 માટે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે રજૂ કરવાનું ભાજપનું આ પ્રથમ પગલું હશે.

English summary
The BJP, which has been buying time for long over settling the prime ministerial issue, is set to make Gujarat Chief Minister Narendra Modi the head of its campaign committee for the 2014 Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X