શિવસેનાએ ભાજપ પર પ્રહાર કર્યો, દેશભક્તિ પર કોઈ પાર્ટીનો અધિકાર નહીં
એનડીએ સહયોગી શિવસેના છેલ્લા કેટલાક સમયથી ભાજપ પર સતત પ્રહાર કરી રહી હતી. માનવામાં આવી રહ્યું હતું કે બંને પાર્ટીઓ વચ્ચે ગઠબંધન થયા પછી તેમના વચ્ચે ચાલી રહેલી નિવેદનબાજી અટકી જશે. પરંતુ ફરી એકવાર શિવસેનાએ ભાજપ પર તીખા પ્રહાર કર્યા છે. શિવસેનાએ ભાજપ પર તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે દેશભક્તિ કોઈ એક રાજનૈતિક પાર્ટીની જાગીર નથી. કોઈ પણ રાજનૈતિક દળ તેમના વિરોધીઓને એટલા માટે દેશદ્રોહી નહીં કહી શકે કારણે તેઓ તેમનો વિરોધ કરે છે. આ અભિવ્યક્તિની આઝાદી છે.
68 વર્ષમાં પહેલીવાર આ ચૂંટણીમાં જોવા મળશે આ 10 અનોખી બાબત

દેશભક્તિ પર કોઈ એક પાર્ટીનો અધિકાર નહીં
હાલમાં એર સ્ટ્રાઇક અંગે રાજનૈતિક નિવેદનો આવી રહ્યા છે. તેના પર શિવસેનાએ ભાજપ પર પ્રહાર કર્યો છે શિવસેનાએ તેમના મુખપત્ર સામનામાં લખ્યું છે કે દેશભક્તિ પર કોઈ રાજનૈતિક પાર્ટીનો અધિકાર નથી. સામનામાં ભાજપ સહીત બીજા પણ વિરોધી દળો પર પ્રહાર કરવામાં આવ્યો છે.

મનોજ તિવારી પર પ્રહાર કર્યો
સામનામાં લખવામાં આવ્યું છે કે જે લોકો એર સ્ટ્રાઇકના પુરાવા માંગી રહ્યા છે અને જે લોકો સેનાની વર્દી પહેરીને વોટ માંગી રહ્યા છે તે બંને જ ખોટા છે. સામનામાં ભાજપા સાંસદ મનોજ તિવારી પર પ્રહાર કરવામાં આવ્યો છે, જેમને હાલમાં જ ચૂંટણી રેલી દરમિયાન સેનાની વર્દીના રંગની જેકેટ પહેરી હતી. તેમને કહ્યું કે આવું કરવું સેનાના સાહસ અને શોર્યનું અપમાન છે.

જવાનો ઘણી મહેનતથી વર્દી મેળવે છે
મુખપત્રમાં લખવામાં આવ્યું કે આખરે સેનાની જેકેટ પહેરવા જેવી નીચી હરકત કેમ કરવામાં આવી. જવાનો ઘણી મહેનત અને ટ્રેનિંગ પછી આ વર્દી મેળવે છે. અહીં ધ્યાન આપવા જેવી બાબત છે કે શિવસેના ભાજપનું સહયોગી છે અને લોકસભા ચૂંટણી 2019 દરમિયાન બંને સાથે મળીને લડી રહ્યા છે.