For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આયુષ્માન ભારત' લોન્ચ કર્યા બાદ નોબેલ શાંતિ પુરસ્કાર માટે નોમિનેટ થયા પીએમ મોદી

‘આયુષ્માન ભારત' આરોગ્ય યોજના શરૂ કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે શાંતિ નોબેલ પુરસ્કારની માંગ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

'આયુષ્માન ભારત' આરોગ્ય યોજના શરૂ કરવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે શાંતિ નોબેલ પુરસ્કારની માંગ કરવામાં આવી છે. તમિલનાડુ ભાજપ અધ્યક્ષ તમિલસાઈ સુંદરરાજને આયુષ્માન ભારત યોજના શરૂ કરવા માટે પીએમ મોદીને નોબલ શાંતિ પુરસ્કાર 2019 માટે નોમિનેટ કર્યા છે. તેમણે પીએમ મોદી માટેના આ નોમિનેશનમાં લોકોને શામેલ થવા માટે અપીલ પણ કરી છે.

તમિલનાડુ ભાજપ અધ્યક્ષે કરી નોબેલ શાંતિ પુરસ્કાર 2019 આપવાની માંગ

તમિલનાડુ ભાજપ અધ્યક્ષે કરી નોબેલ શાંતિ પુરસ્કાર 2019 આપવાની માંગ

તમિલનાડુ ભાજપ તરફથી અપાયેલ જાહેરાતમાં કહેવામાં આવ્યુ છે કે દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના - ‘આયુષ્માન ભારત' ની શરૂઆત કરવા માટે ડૉ. તમિલિસાઈ સુંદરરાજને પીએમ મોદીને નોબેલ શાંતિ પુરસ્કાર 2019 માટે નોમિનેટ કર્યા છે. તેમણે લોકોને અપીલ પણ કરી છે કે તેઓ આની સાથે જોડાય.

આ પણ વાંચોઃ પીએમ મોદી-અમિત શાહ શિવરાજના ચૂંટણી કેમ્પેઈનને વેગ આપવા આજે ભોપાલમાંઆ પણ વાંચોઃ પીએમ મોદી-અમિત શાહ શિવરાજના ચૂંટણી કેમ્પેઈનને વેગ આપવા આજે ભોપાલમાં

50 લાખ લોકો સુધી યોજના પહોંચાડવાનો દાવો

50 લાખ લોકો સુધી યોજના પહોંચાડવાનો દાવો

પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત આવનાર આયુષ્માન ભારતની શરૂઆત પીએમ મોદીએ કરી કે જે દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના ગણાવાઈ રહી છે. સરકારનો દાવો છે કે આ યોજનાથી દેશના કરોડો લોકો લાભ લઈ શકશે. રાંચીથી આ યોજનાની શરૂઆત કરતી વખતે પીએમે કહ્યુ કે આયુષ્માન ભારત દેશના ગરીબ વ્યક્તિને મળશે.

13 હજાર હોસ્પિટલોને જોડવામાં આવી

13 હજાર હોસ્પિટલોને જોડવામાં આવી

પીએમ મોદીએ કહ્યુ હતુ કે આ યોજના સાથે દેશની 13 હજાર હોસ્પિટલોને જોડવામાં આવી છે. તેમણે કહ્યુ કે ‘સબકા સાથ સબકા વિકાસ' ના સિદ્ધાંત પર ચાલતા આ યોજના દ્વારા બધા જાતિ-ધર્મના લોકોને ઈલાજ મળશે. કોઈની સાથે ભેદભાવ કરવામાં નહિ આવે.

આ પણ વાંચોઃ ટ્રેનમાં મહિલાઓની છેડતી કરી તો હવે થશે 3 વર્ષની સજાઆ પણ વાંચોઃ ટ્રેનમાં મહિલાઓની છેડતી કરી તો હવે થશે 3 વર્ષની સજા

English summary
BJP Tamil Nadu chief nominates PM modi for Nobel Peace Prize 2019 after launching Ayushman Bharat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X