For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વોટર્સને એક જૂથ રાખવા માટે અમિત શાહનો માસ્ટર પ્લાન

આવનારી પાંચ વિધાનસભા ચૂંટણીને જોતા ભાજપા અધ્યક્ષ અમિત શાહ સતત તેના પર નજર રાખી રહ્યા છે. તેની સાથે સાથે વર્ષ 2019 લોકસભા ચૂંટણી પર પણ નવી રણનીતિ બનાવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

આવનારી પાંચ વિધાનસભા ચૂંટણીને જોતા ભાજપા અધ્યક્ષ અમિત શાહ સતત તેના પર નજર રાખી રહ્યા છે. તેની સાથે સાથે વર્ષ 2019 લોકસભા ચૂંટણી પર પણ નવી રણનીતિ બનાવી રહ્યા છે. પરંતુ આ બધાની વચ્ચે તેઓ ઉત્તરપ્રદેશ પર પણ નજર રાખી રહ્યા છે. અહીં તેઓ વ્યક્તિગત રીતે સીએમ યોગી આદિત્યનાથ અને સંગઠનના મહાસચિવ સુનિલ બંસલ સાથે મળીને રણનીતિ બનાવવામાં જોડાયેલા છે. આજ કારણ છે કે તેઓ સતત ઉત્તરપ્રદેશનો પ્રવાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: નીતીશ-ભાજપ વચ્ચે 2019 ચૂંટણી અંગે થઇ ડીલ, આ છે નવો ફોર્મ્યુલા

અમિત શાહ એક્શનમાં

અમિત શાહ એક્શનમાં

અમિત શાહ આ વાત પર વધારે ધ્યાન આપી રહ્યા છે કે તેઓ સીએમ યોગી આદિત્યનાથ સાથે મળીને પાર્ટીને 51 ટકા વોટ અપાવવામાં મદદ કરે. તેની સાથે સાથે તેમની આ બાબત પર પણ નજર છે કે ભાજપના મતદારો પાર્ટીથી ભટકે નહીં અને 100 ટકા વોટ તેઓ પાર્ટીને જ આપે. જેથી તેઓ ફરી એકવાર 2019 લોકસભા ચૂંટણીમાં વર્ષ 2014 જેટલી સફળતાનું પુનરાવર્તન કરી શકે.

દરેક સ્તરે તૈયારીઓ ચાલી રહી છે

દરેક સ્તરે તૈયારીઓ ચાલી રહી છે

પાર્ટીની પ્રાથમિકતા છે કે તેઓ એવા નાના વર્ગ પર પણ ધ્યાન આપે, જેના પર કોઈની નજર નથી ગઈ. પાર્ટી આવા વર્ગનું લિસ્ટ બનાવી રહી છે જેથી જલ્દી તેના પર કામ શરુ થઇ શકે. તેના માટે પાર્ટી પોતાના કાર્યકર્તાઓ પાસે આઈડિયા માંગી રહી છે અને સાથે સાથે તેઓ આરએસએસ પાસે મદદ પણ લઇ રહી છે. તેની સાથે સાથે પાર્ટી અંગે જે લોકોમાં અસંતોષ છે તેને પણ સમયસર દૂર કરવા માંગે છે. એટલા માટે અમિત શાહ મંત્રીઓ સહીત પાર્ટીના કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરી રહ્યા છે.

કેબિનેટ ફેરબદલમાં દખલગીરી નહીં

કેબિનેટ ફેરબદલમાં દખલગીરી નહીં

પાર્ટી સૂત્રો ઘ્વારા આ વાતની ના પાડી દીધી છે કે અમિત શાહ ઉત્તરપ્રદેશ કેબિનેટમાં થવા જઈ રહેલા ફેરબદલમાં ભાગ લઇ રહ્યા છે. સૂત્રો અનુસાર જો કોઈને ખુશ કરવાની કોશિશ કરવામાં આવે તો તેનાથી પાર્ટીની અંદર મુસીબત વધી શકે છે. કેબિનેટમાં ફેરબદલ માટે પાર્ટીએ મંજૂરી આપી દીધી છે અને તે આવનારી લોકસભા ચૂંટણી પછી થશે. રામ મંદિરનો મુદ્દો ભાજપ માટે ખુબ જ અગત્યનો છે, જેથી તેના માટે પણ પાર્ટી દરેક વર્ગના લોકો સાથે મુલાકાત કરી રહી છે.

English summary
BJP to ensure 100% voting of its own voters besides taking other measure to ensure 51% votes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X