For Daily Alerts
બિહારમાં ભાજપની રેલી, મોદીને આમંત્રણ
પટના, 06 ઑક્ટોબરઃ બિહારમાં એનડીએના ઘટકદળો ભાજપ અને જેડીયુ વચ્ચે તિરાડ હોવાની વાતને વેગ મળ્યો છે, કારણ કે, બિહાર રાજ્યના ભાજપ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સહિતના મુખ્યમંત્રીઓને એક રેલી માટે બોલાવવાનો નિર્ણય છે.
ભાજપના બિહાર રાજ્યના પ્રમુખ સી.પી ઠાકુરે કહ્યું છે, " આગામી 15 એપ્રિલે પટનાના ગાંધી મેદાનમાં યોજાનારી 'હુંકાર' રેલીમાં આવવા માટેનું આમંત્રણ અમે ચોક્કસપણે નરેન્દ્ર મોદીને પાઠવીશું. મોદી ઉપરાંત ભાજપ સાશિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આ રેલીમાં ભાગ લેવા માટેનું આમંત્રણ પાઠવવામાં આવશે."
મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યા બાદ એનડીએના અન્ય મુખ્ય ઘટક સાથે ખટરાગ થઇ શકે છે, તેવા પ્રશ્ન સંબંધે ઠાકુરે કહ્યું છે કે, આને કોઇ મુદ્દો બનાવવાની વાત નથી. દેશના કોઇપણ ભાગમાં પાર્ટી દ્વારા યોજવામાં આવતા સંમેલનમાં પાર્ટીના ટોચના નેતાઓને બોલાવવામાં આવતા હોય છે. મોદીને આમંત્રણ પાઠવવા અંગે તેમણે કહ્યું છે કે, અમે મોદી સહિત અને મુખ્યમંત્રીઓને આમંત્રણ પાઠવ્યું છે, પરંતુ જોવાનું એ છે કે આ રેલી માટે તેમની પાસે યોગ્ય સમય છે કે નહીં.