For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીમાં ગઠબંધન માટે ભાજપ શિવસેનાને મનાવશે

ભાજપા મહારાષ્ટ્રમાં આવનારી લોકસભા ચૂંટણી માટે શિવસેના સાથે ગઠબંધન કરવા માટે ભરપૂર પ્રત્યન કરશે.

|
Google Oneindia Gujarati News

ભાજપા મહારાષ્ટ્રમાં આવનારી લોકસભા ચૂંટણી માટે શિવસેના સાથે ગઠબંધન કરવા માટે ભરપૂર પ્રત્યન કરશે. મહારાષ્ટ્રમાં ઉત્તરપ્રદેશ પછી સૌથી વધારે 48 લોકસભા સીટો છે. બુધવારે મુંબઈમાં બૃહમુંબઈ ઇલેક્ટ્રિસિટી સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) હડતાલ 9 દિવસ સુધી ચાલી. બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારની કોશિશો પછી હડતાલ ખતમ કરવાનો નિર્ણય કર્યો. બેસ્ટમાં શિવસેનાનો અધિકાર વધારે છે. બેસ્ટ મુંબઈની પરિવહન સેવામાં મહત્વની ભૂમિકા નિભાવે છે.

આ પણ વાંચો: અમિત શાહે શિવસેનાને ચેતવણી આપી, ખરાબ રીતે હરાવીશુ

શિવસેનાને ઘેરવાને બદલે ચુપ્પી

શિવસેનાને ઘેરવાને બદલે ચુપ્પી

મહારાષ્ટ્રમાં શિવસેના વિરુદ્ધ ભાજપે આ મામલે શિવસેનાને ઘેરવાને બદલે ચુપ્પી રાખી છે, જે સામાન્ય વાત નથી. આ પહેલા ઘણીવાર ભાજપના કિરીટ સોમૈયા બેસ્ટમાં ભ્રષ્ટાચાર અંગે શિવસેના પર પ્રહાર કરી ચુક્યા છે. એટલું જ નહીં પરંતુ મુંબઈના ભાજપા અધ્યક્ષ આશિષ શેલાર પણ મુંબઈના રસ્તાઓ પર ખાડાઓ અને સરકારી સેવાઓ અંગે શિવસેના પર પ્રહાર કરતા રહ્યા છે.

ભાજપ લોકસભા ચૂંટણી માટે શિવસેના સાથે ગઠબંધન કરવા માંગે છે

ભાજપ લોકસભા ચૂંટણી માટે શિવસેના સાથે ગઠબંધન કરવા માંગે છે

બેસ્ટની હડતાળને કારણે મુંબઈના લાખો લોકો પ્રભાવિત થયા હતા તેમ છતાં ભાજપના નેતાઓ શાંત હતા. ભાજપા શિવસેના સાથે કોઈ પણ પ્રકારનો ઝગડો નથી કરવા માંગતું. ખરેખર ભાજપ લોકસભા ચૂંટણી માટે શિવસેના સાથે ગઠબંધન કરવા માંગે છે જેની જવાબદારી સીએમ દેવેન્દ્ર ફડણવીસે જાતે લીધી છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ ઉદ્ધવ ઠાકરેને ગઠબંધનમાં જોડાવવા માટે સતત તેમના સંપર્કમાં છે.

દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાને ગઠબંધનમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે

દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાને ગઠબંધનમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે

પરંતુ શિવસેના સતત કહી રહી છે કે તેઓ આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ સાથે કોઈ પણ ગઠબંધન નહીં કરે. સીએમ દેવેન્દ્ર ફડણવીસ શિવસેનાને ગઠબંધનમાં લાવવાની કોશિશ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ તેઓ બાળા સાહેબના જીવન પર બનેલી ફિલ્મ 'ઠાકરે' પ્રમોશન કાર્યક્રમમાં પણ તેઓ બે દિવસ પહેલા ગયા હતા. ત્યાં તેમને કહ્યું હતું કે તેઓ શિવસેનાને ગઠબંધનમાં લાવવાની પુરી કોશિશ કરશે.

English summary
BJP Tries alliance with Shiv Sena in Maharashtra on upcoming lok sabha election 2019
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X