For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

UPA હારશે પરંતુ NDAને નહી મળે ગાદી: એબીપી ન્યુઝ-નીલસન સર્વે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 મે: જો આજે દેશમાં ચૂંટણી યોજાઇ છે તો કોણ વડાપ્રધાન બનશે? સરકારના કામથી પ્રજા કેટલી ખુશ છે? તમારા માટે અમે લઇને આવ્યા છે આ તમામ પ્રશ્નોના જવાબ. એબીપી ન્યૂઝ-નીલ્સનના સર્વેના અનુસાર નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદની રેસમાં સૈથી આગળ ચાલી રહ્યાં છે. આ સર્વેમાં 33408 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 21221 પુરૂષો અને 12187 સ્ત્રીઓની સલાહનો આ સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

લોકસભાની ચૂંટણી સંદર્ભમાં જ્યારે લોકોને પ્રશ્ન કરવામાં આવ્યો કે દેશના વડાપ્રધાન બનવા માટે કોણ યોગ્ય ઉમેદવાર છે તો 36 ટકા લોકોએ ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનું નામ લીધું, જ્યારે 13 ટકા લોકોએ જ કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના પક્ષમાં જોવા મળ્યા.

12 ટકા લોકોના જણાવ્યા અનુસાર મનમોહન સિંહ યોગ્ય છે, નવ ટકા લોકોએ આ પદ માટે માયાવતીને યોગ્ય ઉમેદવાર માને છે, જ્યારે આઠ ટકા લોકો સોનિયા ગાંધીને વડાપ્રધાનની ખુરશી પર બિરજતાં જોવા માંગે છે.

લાલકૃષ્ણ અડવાણીને છ ટકા, મુલાયમ સિંહ યાદવને પાંચ ટકા, નિતિશ કુમારને ત્રણ ટકા, સુષમા સ્વરાજને બે ટકા અને શરદ પવારને એક ટકા લોકો વડાપ્રધાનના રૂપમાં જોવા ઇચ્છે છે.

આ આંકડા પર ભાજપના રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે લોકો કોંગ્રેસની કંટાળી ગયા છે બીજો વિકલ્પ ઇચ્છે છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા થાય છે અને ભાજપ ઉમેવાર અંગે યોગ્ય સમયે નિર્ણય લેશે. મહત્વપૂર્ણ વાત એ છે કે ભાજપના વડાપ્રધાન બનશે.

કોંગ્રેસ દ્રારા સંજય નિરૂપમે કહ્યું હતું કે નરેન્દ્ર મોદી ફક્ત પ્રચાર તંત્રમાં સૌથી આગળ છે. તેમને ફેંકમ ફેંકમ કરી એક માહોલ તો બનાવ્યો છે પરંતુ ભાજપ જ તેમના નામ પર સહમત નથી.

narendra-modi-rahul

જ્યારે મતાધિકાર અંગે પુછવામાં આવ્યો પ્રશ્ન તો લોકોએ કંઇક આવું કહ્યું?

લોકોને જ્યારે તે પ્રશ્ન કરવામાં આવ્યો કે 2014માં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે તે મતદાન કરશે કે નહી તો 92 ટકા લોકોએ કહ્યું હતું કે તે નિશ્વિતરૂપથી મતદાન કરશે. સાત ટકા લોકોએ આશા વ્યક્ત કરી હતી કે વે વોટીંગમાં ભાગ લેશે, જ્યારે એક ટકા લોકોએ કહ્યું હતું કે તે કદાચ જ મતદાન કરશે.

જ્યારે લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું તેમને 2009ની ચુંટણીમાં મતદાન કર્યું હતું તો 84 ટકા લોકોએ કહ્યું હતું કે તેમને મતદાન કર્યું હતું કે જ્યારે નવ ટકાએ કહ્યું હતું કે તેમને મતધિકારનો ઉપયોગ કર્યો ન હતો. પાંચ ટકા લોકોએ કહ્યું હતું કે તે વોટ આપવા માટે યોગ્ય ન હતા જ્યારે બે ટકા લોકોએ કહ્યું હતું કે તેમને આ અંગે યાદ નથી.

કેટલા લોકોને કેવું લાગ્યું મનમોહન સિંહનું પ્રદર્શન

જ્યારે લોકોને પુછવામાં આવ્યું કે તે વડાપ્રધાન મનમોહન સિંહના પ્રદર્શનને કેવી રીતે આંકે છે તો 10 ટકા લોકોએ તેને ખૂબ સારું ગણાવ્યું હતું તો 27 ટકા લોકોએ સારું, અને 33 ટકા લોકોએ સરેરાશ કહ્યું હતું કે જ્યારે 18 ટકા લોકોએ ખૂબ જ ખરાબ તો ત્રણ ટકા લોકોએ આ અંગે કોઇ મંતવ્ય વ્યક્ત કર્યું ન હતું.

જ્યારે લોકોને પ્રશ્ન પુછવામાં આવ્યો કે યુપીએ સરકારના પ્રદર્શનને કેવી રીતે આંકે છે તો છ ટકા લોકોએ ખૂબ સારું, 24 ટકા લોકોએ સારું, 33 ટકા લોકોએ સરેરાશ જ્યારે 21 ટકા લોકોએ ખરાબ અને 10 ટકા લોકોએ ખૂબ જ ખરાબ ગણાવ્યું હતું.

લોકોને જ્યારે પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીના પ્રદર્શનને કેવી રીતે જુવે છે તો નવ ટકા લોકોએ ખૂબ સરસ, 25 ટકા લોકોએ સરસ, 32 ટકા લોકોએ સરેરાશ, જ્યારે 19 ટકા લોકોએ ખરાબ અને 11 ટકા લોકોએ ખૂબ જ ખરાબ ગણાવ્યું હતું.

ત્રીજો મોરચો

પ્રજાને જ્યારે પ્રશ્ન પુછવામાં આવ્યો કે જો ત્રીજા મોરચાની સરકાર બને છે તો તે કોને વડાપ્રધાનના રૂપમાં જોવા માંગે છે? આ મુદ્દે 14 ટકા લોકોએ મુલાયમ સિંહ યાદવ અને 14 ટકા લોકોએ માયાવતીની પસંદગી કરી હતી. છ ટકા લોકોએ જયલલિતા, ત્રણ ટકા લોકોએ નવીન પટનાયક, ત્રણ ટકા લોકોએ બુદ્ધદેવ ભટ્ટાચાર્ય, બે ટકા લોકોએ પ્રકાશ કરાત પર પસંદગી મુકી હતી. 34 ટકા લોકોએ આમાંથી કોઇને પસંદ કર્યા ન હતા જ્યારે 24 ટકા લોકોએ કોઇ ટિપ્પણી વ્યક્ત કરી ન હતી.

જ્યારે લોકોએ પ્રશ્ન પુછવમાં આવ્યો કે શું યુપીએ-2 આતંકવાદ સામે લડવામાં અસરકારક રહી છે તો 31 ટકા લોકોએ જવાબ હા માં આપ્યો હતો જ્યારે 56 ટકા લોકોનો જવાબ ના હતો. 13 ટકા લોકોએ આ મુદ્દે કોઇ ટિપ્પણી આપી ન હતી.

English summary
Giving the BJP an upper hand, 31 per cent respondents of the ABP News-Nielsen survey are intending to vote for the BJP, if the Lok Sabha elections are to be held now.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X