ભાજપે મારો ઉપયોગ કર્યોઃ રાખી
બોલીવુડની વિવાદિત ક્વીન રાખી સાવંતે ફરી એક વખત બીજેપી પર ઝેર ઓકતું નિવેદન આપ્યું છે. રાખી સાવંતે ભારતીય જનતા પાર્ટીને તકવાદી પાર્ટી ગણાવી હતી.
રાખી સાવંતે ભારતીય જનતા પાર્ટી પર આરોપ લગાવતા કહ્યું હતું કે, 'બીજેપીએ મારો રાજકીય ફાયદા માટે ઉપયોગ કર્યો છે.' ગૃહમંત્રી રાજનાથ સિંહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાખીને પોતાની દિકરી કહી હોવાનો અને ભાજપ માટે પ્રચાર કરવા બોલાવી હોવાનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી લડવા માટે ટિકિટ આપી રહ્યા હતા પરંતુ રાખીએ ના પાડી દીધી હોવાનો ખુલાસો કર્યો છે. ત્યારે આરોપ લગાવ્યો હતો કે ભાજપને જ્યારે જરૂર હતી ત્યારે મારો ઉપયોગ કર્યો અને સત્તા મળ્યા બાદ મને ભૂલી ગયા.
અહિં જણાવવું જોઇએં કે ભાજપાએ કાંઇ ખાસ ધ્યાન ન આપ્યા બાદ રાખી સાવંતે પોતાની પાર્ટી રાષ્ટ્રીય આમ પાર્ટીની સ્થાપના કરી હતી અને ઉત્તર મુંબઇ પશ્ચિમ લોકસભા ક્ષેત્રમાં ચૂંટણી લડી હતી, જો કે રાખીની જમાનત જપ્ત થઇ ગઇ હતી. બાદમાં રાખીએ ચૂંટણીથી દૂર રહેવાનો નિર્ણય કરી ફરીથી બોલીવુજમાં સક્રિય થઇ હતી.