For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'અન્ના' જોડાશે ભાજપમાં, મુંબઇથી ચૂંટણી લડવાની તૈયારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ, 6 ડિસેમ્બર: બૉલીવુડના પ્રસિદ્ધ અભિનેતા 63 વર્ષીય નાના પાટેકર હવે નરેન્દ્ર મોદીની બાજુમાં ઉભેલા જોવા મળશે. ભાજપે નાના પાટેકરને મુંબઇના ઉત્તર મધ્ય લોકસભા સીટ પરથી ચૂંટણી લડાવવા માટે સંપર્ક કર્યો છે. નાના પાટેકરે હાલમાં લોકસભાની ચૂંટણી લડવાના નિર્ણય પર કોઇ પ્રતિક્રિયા આપી નથી, ભાજપના એક કદાવર નેતાએ જણાવ્યું હતું કે ઉત્તર મધ્ય લોકસભા વિસ્તાર શિવસેના ભાજપ ગઠબંધનમાં ભાજપના ખાતામાં આવી છે. એટલા માટે ભાજપ નાના પાટેકરને ચૂંટણી લડાવવા માટે મન બનાવવા કહી રહી છે.

મુંબઇની ઉત્તર મધ્ય લોકસભા સીટ દેશની મોસ્ટ વીવીઆઇપી લોકસભા સીટોમાં આવે છે, આ સીટ પરથી મહાન અભિનેતા સ્વર્ગિય સુલીલ દત્ત કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા હતા. તેમના નિધન બાદ તેમની પુત્રી પ્રિયા દત્તે પોતાના પિતાનો વારસો સંભાળ્યો છે.

nana-modi

શિવસેનાએ કહ્યું હતું કે નાના પાટેકરના રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે સાથે સારા સંબંધો છે. દિગંવત બાલ ઠાકરે ગણેશોત્સવ દરમિયાન પૂજા માટે નાના પાટેકરના ઘરે જતા હતા. પરંતુ નાના પાટેકર ચૂંટણી લડવા માટે તૈયાર થઇ જાય છે તો રાજ ઠાકરે પણ તેમનું સમર્થન કરી શકે છે. નાના પાટેકર ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ સાથે જોડાયેલા છે. નાના પાટેકર પ્રોજેક્ટની તે નેશનલ કોર્ડિનેશન કમિટીના સભ્ય છે જે સરદાર પટેલની સૌથી મોટી મૂર્તિ બનાવવા માટે દેશભરમાંથી લોખંડ એકઠું કરી રહી છે.

English summary
The Bharatiya Janata Party-led National Democratic Alliance (NDA) has offered actor Nana Patekar the Mumbai North-Central parliamentary constituency to contest from in the 2014 general elections.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X