For Quick Alerts
For Daily Alerts
Live: 'સંકલ્પ પત્ર' જાહેર કરતા પહેલા અડવાણી, જોશીને મળશે અમિત શાહ
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ની લડાઈ જીતવા માટે ભાજપ આજે પોતાનું વિઝન ડૉક્યુમેન્ટ જાહેર કરશે. કોંગ્રેસ પહેલા જ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી ચૂકી છે, ત્યારે હવે બધાની નજર ભાજપના સંકલ્પ પત્ર પર છે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કા માટે કાલે ચૂંટણી પ્રચાર પર બ્રેક લાગી જશે. ત્યારે બધી જ પાર્ટીઓ આજે ચૂંટણી પ્રચાર માટે પણ એડી-ચોટીનું જોર લગાવી દેશે. બીજી બાજુ ભાજપ આજે પોતાનો ચૂંટણી ઢંઢેરો 'સંકલ્પ પત્ર' જાહેર કરવાનું હોય સૌકોઈની નજર આજના રાજકીય દાવપેચ પર રહેશે. ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા પહેલાં ભાજપની નારાજ થયેલા એલ કે અડવાણી અને મુરલી મનોહર જોશીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ મળશે. તો લોકસભાની તમામ પ્રકારની લાઈવ અપડેટ માટે બન્યા રહોત વન ઈન્ડિયા ગુજરાતી સાથે..
ભાજપ આજે જાહેર કરશે લોકસભા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો
Newest First Oldest First
પહેલા તબક્કામાં મતદાનના માત્ર ત્રણ દિવસ બચ્યા છે. કોંગ્રેસ પહેલા જ પોતાનું ઘોષણા પત્ર લાવીને વોટરોનું સમર્થન મેળવવામાં લાગી છે, તો ભાજપ આજે પોતાનું સંકલ્પ પત્ર જાહેર કરશે. રાહુલ ગાંધીની આગેવાનીમાં કોંગ્રેસ પોતાની યોજના પર ફ્રંટફુટ પર રમી રહી છે, તો યુવાઓના રોજગારનો મુદ્દો પણ ચર્ચામાં છે. એવામાં ભાજપની સામે રાહુલ ગાંધીના ટૉપ 5 માસ્ટરસ્ટ્રોકનો જવાબ આપવાનો પડકાર છે.
લોકસભા ચૂંટણી 2019ની લડાઈ માટે ભાજપ આજે પોતાનું વિઝન ડૉક્યુમેન્ટ જાહેર કરશે. કોંગ્રેસ પહેલા જ પોતાનું ઘોષણાપત્ર જાહેર કરી ચૂક્યું છે, જેમાં કોંગ્રેસે ન્યાય યોજનાનું એલાન કર્યું છે. હવે સૌકોઈની નજર ભાજપના સંકલ્પ પત્ર પર છે. ઉલ્લેખનીય છે કે પહેલા તબક્કા માટે કાલે ચૂંટણી પ્રચાર પર બ્રેક લાગી જશે.