• search

મોદીનો ઇન્ટરવ્યૂ: 'અમે ભ્રષ્ટાચાર પર સમાયોજન નહીં કરીએ'

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2 માર્ચ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સમાચાર પત્ર દૈનિક જાગરણ સાથે જુદા જુદા મુદ્દાઓ પર વાતચીત કરી. જેમાં તેમણે પોતાના ગુજરાત મોડલ અને ભ્રષ્ટાચાર પર પોતાના વિચાર રાખ્યા.

પ્રશ્ન- આપના વિપક્ષી ગુજરાત મોડલને લઇને હંમેશા નિંદા કરતા રહે છે, આપ તેને લઇને શું કહેવા માંગશો?

મોદી- હું મારા વિરોધીઓ પાસે પ્રશંસાની અપેક્ષા રાખતો નથી અને મારે તેમના કોઇ પણ પ્રમાણ પત્રની જરૂરીયાત પણ નથી. આ એક વાસ્તવિકતા છે, તેઓ તથ્યોને તોડી મરોડીને, અર્ધજુઠની સાથે પ્રસ્તુત કરી રહ્યા છે. વિકાસ થયો છે કે નથી, લોકો ખુશ છે કે નહીં, વચનો પૂરા થયા છે કે નહી, તેનું પ્રમાણ ગુજરાતના લોકો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ઘણી વખત આપી ચૂક્યા છે. હું મારા વિરોધીઓને એટલું જ કહેવા માંગીશ કે તેઓ કેટલાંક દિવસ ગુજરાતમાં આવે અને જુએ. 2014 ગુજરાતના નહીં બલકે લોકસભાની ચૂંટણી છે. અમારા ગુજરાતના બ્રાંડ એમ્બેસડર અમિતાભ બચ્ચને કહ્યું પણ છે કે 'કુછ દિન તો બિતાઇએ ગુજરાત મેં..' તેમ છતાં કોઇ અમારી નિંદા કરે છે તો તેમનું સ્વાગત છે.

વધુ પ્રશ્નોના જવાબ વાંચો સ્લાઇડરમાં...

પ્રશ્ન- આપે ઘણી વખત રાજ્ય અને કેન્દ્ર અંગે વાત કરી છે, અહીં સુધી કે વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર પણ લખ્યો છે. સંઘીય માળખા પર આપનો શું વિચાર છે?
 
પ્રશ્ન- આપે ઘણી વખત રાજ્ય અને કેન્દ્ર અંગે વાત કરી છે, અહીં સુધી કે વડાપ્રધાન મનમોહન સિંહને પત્ર પણ લખ્યો છે. સંઘીય માળખા પર આપનો શું વિચાર છે?

મોદી- હું છેલ્લા એક દાયકાથી ગુજરાતનો મુખ્યમંત્રી છું. હું જોવું છું કે રાજ્ય અને કેન્દ્રની વચ્ચે સારા સંબંધો નથી. સ્વતંત્રતા બાદથી જ રાજ્યો નબળા પડતા ગયા છે. રાજ્ય અને કેન્દ્રએ સાથે મળીને કામ કરવાની જરૂર છે. રાજ્ય અને કેન્દ્રની વચ્ચે સહયોગ અને વિશ્વાસની જરૂરીયાત છે.

પ્રશ્ન- છેલ્લા એક દાયકામાં જોવામાં આવ્યું છે કે ગુજરાતનો વિકાસ દર 10 ટકાથી વધારે છે. શું આપણે આને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરી શકીએ?

પ્રશ્ન- છેલ્લા એક દાયકામાં જોવામાં આવ્યું છે કે ગુજરાતનો વિકાસ દર 10 ટકાથી વધારે છે. શું આપણે આને રાષ્ટ્રીય સ્તરે લાગુ કરી શકીએ?

મોદી- ગુજરાત આ દેશનો સૌથી નાનો ભાગ છે. માટે જે પણ ગુજરાતમાં સંભવ છે, તે આખા દેશમાં સંભવ છે. ભાજપ અને રાજગનો રેકોર્ડ અર્થવ્યવસ્થાના વિકાસ અને પ્રગતિમાં સારું રહ્યું છે. વાજપેઇ સરકાર દરમિયાન વિકાસ દર 8 ટકા રહી, ફૂગાવા દર 8 ટકા છે અને વિકાસ દર ચાર ટકા માત્ર છે. મારા ગુજરાતનો અનુભવ કહે છે કે જો પ્રશાસનમાં પારદર્શિતા હોય અને નિર્ણય લેવાની પ્રક્રિયા સરળ હોય તો રોકાણ એની મેળે જ થાય છે.

પ્રશ્ન- ભાજપનું કહેવું છે કે યુપીએના રાજમાં મોંઘવારી વધી છે. શું એનડીએ સરકાર બનાવશે તો, શું મોંઘવારીમાં ઘટાડો કરશે?

પ્રશ્ન- ભાજપનું કહેવું છે કે યુપીએના રાજમાં મોંઘવારી વધી છે. શું એનડીએ સરકાર બનાવશે તો, શું મોંઘવારીમાં ઘટાડો કરશે?

મોદી- કોંગ્રેસે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું. પરંતુ પાંચ વર્ષ પૂરા થઇ ગયા છતાં તેઓ એ વચનને પુરુ કરી શક્યા નથી. જ્યારે મોરારજી દેસાઇ અને અટલજીની સરકાર હતી ત્યારે દરેક ચીજવસ્તુઓના ભાવો કાબૂમાં હતાં.

પ્રશ્ન- સબસિડિની સમાપ્તિ એ કોંગ્રેસની જેમ જ ભાજપની પણ નીતિ છે? તો પછી તેની ચર્ચા શા માટે?

પ્રશ્ન- સબસિડિની સમાપ્તિ એ કોંગ્રેસની જેમ જ ભાજપની પણ નીતિ છે? તો પછી તેની ચર્ચા શા માટે?

મોદી- પ્રાથમિક તફાવત એ છે કે કોંગ્રેસ ગરીબ લોકોમાં વોટબેંક જુએ છે અને તેમને ગરીબ જ બનાવી રાખે છે જેથી તેઓ સરકાર પર જ આશ્રિત રહે. જ્યારે ભાજપનું વલણ એવું છે કે ગરીબોને સક્ષમ બનાવવા જેથી તેઓ ગરીબી સામે લડી શકે અને આત્મનિર્ભર બને.

પ્રશ્ન- ભ્રષ્ટાચાર એ આવનારી સામાન્ય ચૂંટણીનો મહત્વનો મુદ્દો છે. સરકારે તેના પર કાબૂ મેળવવા માટે ઘણા બિલ અને વટહુકમો પાસ કર્યા છે. તંત્રમાં આવેલા આ તાત્કાલિક પરિવર્તન માટે તમારું શું કહેવું છે?

પ્રશ્ન- ભ્રષ્ટાચાર એ આવનારી સામાન્ય ચૂંટણીનો મહત્વનો મુદ્દો છે. સરકારે તેના પર કાબૂ મેળવવા માટે ઘણા બિલ અને વટહુકમો પાસ કર્યા છે. તંત્રમાં આવેલા આ તાત્કાલિક પરિવર્તન માટે તમારું શું કહેવું છે?

મોદી- સૌથી પહેલા અને મહત્વની વાત એ છે કે ભ્રષ્ટાચારને દૂર કરવાની જવાબદારી પ્રમુખ નેતૃત્વની છે. જો ટોપ લેવલથી જ ભ્રષ્ટાચારને છાની રીતે પ્રોત્સાહન મળતું હોય તો, પછી તેને કોણ રોકી શકશે? જનતાએ નક્કી કરવાનું છે કે કઇ પાર્ટી આ પ્રકારના નેતૃત્વની જવાબદારી નિભાવી શકશે. માત્ર કાયદાથી જ કામ નથી થઇ જતું, પરંતુ સારો અને સાચો ઉદ્દેશ્ય હોવો એ પણ મહત્વનું છે. હું વિશ્વાસ આપું છું કે ભાજપ સરકાર બનાવશે તો ભ્રષ્ટાચારને પર કોઇ સમાયોજન કરશે નહીં.

પ્રશ્ન- આપને એક બહાદુર અને દૂરદ્રષ્ટા નેતાના રૂપમાં જોવામાં આવે છે, પરંતુ ક્યારેક ક્યારે આપની પર તાનાશાહ હોવાનો આરોપ પણ લાગે છે...

પ્રશ્ન- આપને એક બહાદુર અને દૂરદ્રષ્ટા નેતાના રૂપમાં જોવામાં આવે છે, પરંતુ ક્યારેક ક્યારે આપની પર તાનાશાહ હોવાનો આરોપ પણ લાગે છે...

મોદી- ભારતમાં લોકતંત્ર છે, દરેકને એ અધિકાર છે કે તે પોતાની વાત કહી શકે, હું તેની પર કંઇ કહીશ નહીં. મારું માનવું છે કે દ્રઢ ઇચ્છા શક્તિ હોવી જોઇએ, યોજનાઓને સાચા સમયે અને સાચા સ્તર પર લાગુ કરવી જોઇએ, નહીંતર નીતિઓ કામમાં આવતી નથી.

પ્રશ્ન- આપની પર ઘણીવાર કઠોર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યા છે, આપ તેના વિશે શું કહેશો?

પ્રશ્ન- આપની પર ઘણીવાર કઠોર ભાષાનો ઉપયોગ કરવાનો આરોપ લાગ્યા છે, આપ તેના વિશે શું કહેશો?

મોદી- હું ક્યારેય પણ કોઇની પર વ્યક્તિગત પ્રહાર કરતો નથી પરંતુ જનતાની ભલાઇ માટે હું કેટલાંક સવાલો ઉઠાવું છું. કેટલાંક લોકો તેને વ્યક્તિગત માની લે છે જ્યારે હું વંશવાદની વાત કરું છું. જો આપ જુઓ તો જેટલો મારી પર વ્યક્તિગત પ્રહાર કરવામાં આવ્યો છે એની તુલનામાં મેં કોઇની નિંદા કરી નથી.

English summary
The BJP's prime ministerial candidate and Gujarat Chief Minister Narendra Modi talked on various issues related to upcoming Lok Sabha elections 2014 to Dainik Jagran.
Please Wait while comments are loading...
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X