ભાજપ આજે જાહેર કરશે લોકસભા માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં થનાર મતદાનમાં હવે માત્ર બે દિવસ જેટલો જ સમય બાકી છે, એવામાં આજે ભારતીય જનતા પાર્ટી પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી વિકાસ, રાષ્ટ્રીય સુરક્ષા જેવા મહત્વના મુદ્દાઓને કેન્દ્રમાં રાખી પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાના કાર્યક્રમમાં પીએમ મોદી, ભાજપના અધ્યક્ષ અમિત શાહ સહિત દિગ્ગજ નેતાઓ હાજર રહેશે. પાર્ટીએ પોતાના ચૂંટણીલક્ષી ઢંઢેરાને સંકલ્પ યાત્રા નામ આપ્યું છે.
પાર્ટી તરફથી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘોષણા પત્ર જાહેર કરતી વખતે સંસદીય કમિટીના તમામ સભ્યો જેમાં પીએમ મોદી પણ સામેલ રહેશે. જેવી રીતે કોંગ્રેસે પોતાના મેનિફેસ્ટોમાં તમામ સામાજિક સુધારના પગલાં ઉઠાવવાની ઘોષણા કરી, ન્યાય યોજના અંતર્ગત 72000 રૂપિયા આપવાનું એલાન કર્યું છે, એવામાં ભાજપ સામે દબાણ હશે કે તેઓ કોંગ્રેસના આ દાવાઓ પર પલટવાર કરી શકે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ પણ પોતાના ચૂંટણી ઢંઢેરામાં મોટું એલાન કરશે, જેમાં મુખ્યરૂપે ખેડૂતો, મહિલાઓ, યુવાઓને મહત્વ આપવામાં આવશે.
વરિષ્ઠ ભાજપના નેતા અને કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ રવિવારે પાર્ટીના પ્રચારની થીમ લૉન્ચ કરી, જેનો નારો છે ફરીથી એકવાર મોદી સરકાર. ઉલ્લેખનીય છે કે આ વખતે લોકસભા ચૂંટણી કુલ 7 તબક્કામાં થનાર છે. પહેલા તબક્કાનું મતદાન 11 એપ્રિલે થશે, જ્યારે અંતિમ તબક્કાનું મતદાન 19 મેના રોજ થશે. ચૂંટણીના પરિણામ 23મી મેના રોજ જાહેર કરવામાં આવશે. એવામાં જોવાનું દિલચસ્પ રહેશે કે ચૂંટણીના માત્ર બે દિવસ પહેલા પોતાનો ચૂંટણીલક્ષી ઢંઢેરો જાહેર કરી શું ભાજપ તેનો રાજકીય લાભ ઉઠાવી શકશે?
દીદી ગભરાયેલી છે, શાંતિથી સુઈ પણ નથી શકતી- પીએમ મોદી