For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સત્તામાં આવીશું તો બધી જ સરહદો સીલ કરીશું : ગડકરી

|
Google Oneindia Gujarati News

nitin-gadkari
ગુવાહાટી, 18 ઑક્ટોબર : ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન ગડકરીએ જણાવ્યું છે કે કેન્દ્રમાં જો ફરી રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)ની સરકાર સત્તા પર આવશે તો દેશને વિદેશી તાકાતોથી બચાવવા માટે અને ઘૂસણખોરી રોકવા માટે દેશની આંતરાષ્ટ્રીય સરદહો સીલ કરવામાં આવશે.

ભારતીય જનતા યુવા મોરચાની શહીદ શ્રધ્ધાંજલિ યાત્રાને લીલીઝંડી બતાવવા માટે ગુવાહાટીમાં પહોંચેલા નીતિન ગડકરીએ સ્થાનિક કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું કે યુપીએના શાસનમાં દેશ સુરક્ષિત નથી. મેં અનેક દેશોનો પ્રવાસ કર્યો છે અને જોયું છે કે અન્ય દેશો કેવી રીતે પોતાની સરદહોને સુરક્ષિત બનાવે છે. આપણે પણ તેમ કરી શકીએ એમ છીએ.

આસામમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સમસ્યા માટે કોંગ્રેસના વોટ બેંકના રાજકારણને જવાબદાર ઠેરવીને ગડકરીએ જણાવ્યું કે વિવિધ ક્ષેત્રોમાં એફડીઆઇ ઠીક છે પણ કોંગ્રેસ સરકાર તો બાંગ્લાદેશીઓને બોલાવીને કોંગ્રેસ તેમને પ્રોત્સાહન આપી રહી છે. આ વોટબેંકના રાજકારણનું એફડીઆઇ છે.

English summary
BJP president Nitin Gadkari today said his party would take steps to seal the country's international borders to prevent illegal immigration, if elected to power.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X