• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કેન્દ્ર સરકારના પાપ ધોશે ભાજપા: વરુણ ગાંધી

|

લખનઉ, 4 મે : ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉમાં આવેલ દીનદયાલ પાર્કમાં આયોજીત ધરણામાં હજારો સમર્થકોને સંબોધિત કરતા વરુણ ગાંધીએ જણાવ્યું કે કેન્દ્રની યુપીએ સરકાર ઘોટાળાઓનો આધુનિક ઇતિહાસ લખવામાં લાગી છે. રોજેરોજ નવા ઘોટાળાઓ સામે આવી રહ્યા છે અને કેન્દ્ર સરકાર ઘોટાળાઓમાં નવો અધ્યાય જોડવામાં લાગી છે.

સરકારની નીતિયો જનવિરોધી છે, જેના કારણે સામાન્ય પ્રજા ખૂબ જ પરેશાન છે. વરુણે ઉત્તર પ્રદેશ સરકાર પર પણ હુમલો કર્યો. તેમણે જણાવ્યું કે રાજ્યમાં કાનૂન-વ્યવસ્થા સંપૂર્ણ રીતે પડીભાંગી છે. જે રીતે અવારનવાર હત્યા, લૂંટ અને બળાત્કારની ઘટનાઓ ઘટી રહી છે, તેના કારણે લોકોનો વિશ્વાસ આ સરકારથી ઉઠી ગયો છે.

આવનાર લોકસભા ચૂંટણીમાં જનતા ભાજપાને એક વિકલ્પ તરીકે જોઇ રહી છે. દીનદયાલ પાર્કમાં વરુણ ગાંધીની સાથે સાથે ભાજપાની પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેઇ, ભાજપા સાંસદ લાલજી ટંડન, મહામંત્રી પંકજ સિંહ અને પ્રદેશ ઉપાધ્યક્ષ હરિદ્વારા દૂબે પણ હાજર હતા.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X