For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપની મહિલા કાર્યકર્તાએ વારાસણીમાં જયસ્વાલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

sriprakash jaiswal
વારાણસી, 6 ઑક્ટોબર: કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલે મહિલોને લઇને આપેલા વાંધાજનક નિવેદને તેમની મુશ્કેલીઓ વધારી દીધી છે. કાનપુરમાં કેસ દાખલ થયા બાદ હવે વારાણસીમાં પણ ભાજપની એક મહિલા નેતાએ તેમના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. ભાજપની મહિલા નેતાની સાથે મોટી સંખ્યામાં મહિલાઓ કેસ નોંધાવવા પહોંચી હતી.

કોલસા મંત્રી વિરૂદ્ધ કેસ દાખલ કરાવનારી મહિલા નેતા મીના ચૌબે નારી જાગરણ પત્રિકાની એડિટર છે. તેમને સીજેએમ અમરનાથ કુશવાહાની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. કોર્ટે આ મુદ્દે મીના ચૌબેને 2 ઑક્ટોબરના રોજ નિવેદન આપવા માટે બોલાવી છે. સાથે સાથે હવે પછીની સુનાવણી માટે કેસ એસીજેએમની કોર્ટમાં સ્થળાંતરીત કરી દિધો છે.

શિવપુરી થાણેના આનંદનગરની રહેવાસી મીના ચૌબેએ પોતાના આરોપોમાં કહ્યું છે કે 30 સપ્ટેમ્બરે જયસ્વાલે પોતાના જન્મદિવસે કિદવાઇ નગર (કાનપુર)માં કવિ સંમેલનનું આયોજન કરાવ્યું હતું. સંમેલન દરમિયાન તેમને પુરા વિશ્વાસ સાથે મહિલાઓનું અપમાન કર્યું હતું. મીના ચૌબેએ ફરિયાદમાં લખ્યું છે કે જ્યાં નારી શક્તિની પૂજા કરવામાં આવે છે ત્યાં ભારત સરકારના કેન્દ્રિય મંત્રીનું આવું અશ્લીલ નિવેદન માનસિક નાદારીનું પ્રતિક છે.

મીના ચૌબેનું કહેવું છે કે સમાચારપત્રો અને ટેલીવિઝન પર તેમને જોઇ ભારે દુખ પહોંચ્યું હતું કે સંવેધાનિક પદ પર રહેતાં એક જવાબદારમંત્રી આવું નિવેદન કેવી રીતે આપી શકે. ફરિયાદ મુજબ એમ પણ કહેવામાં આવે છે કે ઘટનાના સંબંધમાં એસએસપીને પ્રાર્થના પત્ર પણ આપવામાં આવ્યું છે, પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં કોર્ટના શરણે જવું પડ્યું છે.

English summary
Another case has been filed against Union coal minister Sriprakash Jaiswal in local court here by a BJP woman worker, seeking action against him for his alleged sexiest remarks during a poetry meet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X