• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

નક્સલવાદીઓના પૈસાથી ભાજપ ચુંટણી જીતે છે: દિગ્વિજય સિંહ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News
ભોપાલ, 10 ડિસેમ્બર: કોંગ્રેસના મહાસચિવ સિંહ પોતાના નિવેદનો કારણે તે સતત ચર્ચામાં રહે છે. આ વખતે છત્તીસગઢના મુખ્યમંત્રી રમણસિંહ પર આકરા પ્રહારો કર્યા હતા. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે રમણસિંહે ગત બે ચુંટણીઓમાં નક્સલવાદીઓના પૈસાના કારણે ચુંટણી જીતી છે.

દિગ્વિજય સિંહે શનિવારે સાંજે ભોપાલ એરપોર્ટ પર સંવાદદાતાઓ સાથે વાત કરતાં કહ્યું હતું કે છત્તીસગઢમાં જ્યાં નક્સલવાદીઓનો પ્રભાવ છે, ત્યાં ભાજપ ભારે મતો સાથે જીત્યું છે.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીએ એ પણ આરોપ લગાવ્યો છે કે રાજ્ય સરકારમાં આરએસએસની દાદાગીરી છે. દિગ્વિજય સિંહે જલદી તે બિલ્ડરોના નામનો ખુલાસો કરવાની વાત કરી છે જેમના પાસેથી ભાજપ દાન વસૂલે છે. બુલંદખંડ પેકેજ વિશે પૂછવામાં આવતાં દિગ્વિજય સિંહે જણાવ્યું હતું કે આના અમલથી પ્રદેશમાં ભારે ભ્રષ્ટાચાર વધશે.

દિગ્વિજય સિંહે રતન ટાટાના નિવેદન પર વાંધો ઉઠાવ્યો હતો જેમાં રતન ટાટાએ સરકાર પર ઉદ્યોગપતિને આગળ વધવા ન દેવાનો આરોપ લગાવ્યો છે. દિગ્વિજય સિંહે કહ્યું હતું કે રતન જેવા વરિષ્ઠ ઉદ્યોગપતિએ આવું નિવેદન આપવું ન જોઇએ. જો કે તેમને કહ્યું હતું કે રતન ટાટાએ ચીન વિશે આવી વાત કહી હશે.

English summary
Digvijay Singh has alleged that Chhattisgarh Chief Minister Raman Singh won the last two assembly elections by using money received from naxalites.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X