ગુજ.માં જીત છતાં રાજ્યસભાની 2 બેઠકો BJPના હાથમાંથી જશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે જીત તો મેળવી છે, પરંતુ એ પછી હવે રાજ્યસભા ચૂંટણી માટે જોખમ ઊભું થયું છે. રાજ્યસભામાં આવતા વર્ષે માર્ચમાં 14 રાજ્યોના 50થી વધુ સભ્યોની ચૂંટણી માટે થનાર દ્વિવાર્ષિક ચૂંટણીમાં પાર્ટી પોતાની તમામ બેઠકો યથાવત રાખી શકે એવી શક્યતા નથી. આમાંથી 4 બેઠકો રાજ્યસભાની ગુજરાતમાંથી છે. 99 બેઠકો પર વિધાનસભા બેઠકોમાં જીત મેળવ્યા બાદ હવે 4માંથી માત્ર બે બેઠકો પર જ ભાજપનો કબજો રહેશે અને બાકીની બે બેઠકો કોંગ્રેસના ખાતામાં જશે.
અરુણ જેટલી થઇ રહ્યાં છે નિવૃત્ત
એપ્રિલ 2018માં પાર્ટીના ચાર રાજ્યસભા સભ્યો નિવૃત્ત થઇ રહ્યાં છે. એમાં કેન્દ્રિય નાણાં મંત્રી અરુણ જેટલી, પરષોત્તમ રૂપાલા, મનસુખ મંડાવિયા અને શંકરભાઇ વેગાદનો સમાવેશ થાય છે. 182 વિધાનસબા બેઠકોમાંથી 4 બેઠકો (36 ધારાસભ્યો પર 1 રાજ્યસભા બેઠક) પર ચૂંટણી થનાર છે. ભાજપ પાસે 99 અને કોંગ્રેસ પાસે 77 ધારાસભ્યો છે. આ આધારે હવે બંને પક્ષોને 2 રાજ્યસભાની બેઠકો મળશે.
7 બેઠકો પર અટકશે ભાજપ
વર્તમાન સમયમાં ગુજરાતમાં 11 સાંસદ છે, જેમાંથી 9 ભાજપના છે. બદલાયેલા સમીકરણો બાદ આવતા વર્ષે થનાર ચૂંટણીઓમાં ભાજપ 7 બેઠકો પર આ જશે. જો કે, આની ભાજપ પર ખાસ અસર નહીં પડે. મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં પણ રાજ્યસભાની ચૂંટણીઓ થનાર છે અને બંને રાજ્યોમાં ભાજપની સરકાર છે.
સંસદની સંખ્યા 84માંથી 100
આ આધારે યુપીમાંથી 7 અને મહારાષ્ટ્રમાંથી 2 બેઠકો મળશે. આના કારણે સંસદમાં એનડીએ સાંસદોની સંખ્યા 84થી વધીને 100 પર પહોંચશે. હિમાચલ પ્રદેશમાં પણ ચૂંટણી જીતવાને કારણે ભાજપ પોતાની એક બેઠક બચાવવામાં સફળ થશે. આ વર્ષે રાજ્યસભા સાંસદ અને સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા પણ નિવૃત્ત થઇ રહ્યાં છે.