For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રાહુલ ગાંધીની રેલીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ, પોલીસે કરવો પડ્યો લાઠીચાર્જ

રાહુલ ગાંધીની રેલીમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે બબાલ, પોલીસે લાઠીચાર્જ કર્યો

|
Google Oneindia Gujarati News

અમેઠીઃ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી હાલ બે દિવસીય અમેઠીના પ્રવાસે ગયા છે. અમેઠીમાં રાહુલ ગાંધીને ગૌરીગંજ કલેક્ટ્રેટ ઑફિસે જતા પહેલા જ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તા આમને-સામને આવી ગયા હતા અને રાહુલ ગાંધી વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. હાલાતને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો. આ દરમિયાન ભારે સુરક્ષા વચ્ચે રાહુલ ગાંધી કલેક્ટરની ઑફિસે પહોંચ્યા હતા.

congress worker

મંગળવારે રાહુલ ગાંધી કાર્યકર્તાઓની સાથે જ વન વિભાગ ગેસ્ટ હાઉસથી ગૌરીગંજ કલેક્ટરની ઑફિસે જવા માટે રવાના થયા હતા. આ દરમિયાન કોંગ્રેસના એમએલસી દિપક સિંહ ત્યાં પહોંચ્યા એટલામાં તો ભારે હોબાળી મચી ગયો. દીપક સિંહે માગણી કરી હતી કે કલેક્ટ્રેટથી ભાજપના કાર્યકર્તાઓને બહાર કાઢવામાં આવે. આ દરમિયાન તેઓએ જીદ પકડી લીધી દરમિયાન દીપક સિંહ અને પોલીસ વિભાગના અધિકારીઓ વચ્ચે બબાલ થઈ ગઈ. દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ પણ ઝઘડવા લાગ્યા. ઝઘડાએ રૂદ્ર રૂપ ધારણ કરી લેતાં પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી.

આ પણ વાંચો- સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, આરોપી નેતાઓને ચૂંટણી લડવાથી રોકી ન શકાય

રાહુલ ગાંધીના કલેક્ટ્રેટ પહોંચતા પોલીસ વિભાગના બેરિયરનો સહારો લઈ ભાજપના કાર્યકરોને રોકવાનો પ્રયાસ કર્યો હતો. આ વચ્ચે જ્યારે રાહુલનો કાફલો ત્યાંથી નીકળ્યો ત્યારે ભાજપના કાર્યકર્તાઓે રાહુલ ગાંધી વિરુદ્ધ ભારે નારેબાજી કરી હતી. કાર્યકર્તાઓએ રાહુલ ગાંધી મુર્દાબાદ અને રાહુલ ગાંધી ચોર છેના નારા પણ લગાવ્યા હતા. જેના કારણે અહિંનો માહોલ બારે તણાવપૂર્ણ થઈ ગયો. કોંગ્રેસની સાથે ભાજપના કાર્યકર્તા આવ્યા બાદ પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓને ત્યાંથી ભગાડ્યા હતા. વધતા વિવાદને પગલે પોલીસે ભાજપના કાર્યકર્તાઓ પર લાઠીચાર્જ કર્યો જેથી કરીને ભીડને કાબૂમાં લઈ શકાય. અગાઉ કલેક્ટ્રેટ મોડ પર પોલીસને ભાજપ તથા કોંગ્રેસના કાર્યકર્તાઓને હટાવવા માટે પોલીસ અને પ્રશાસને જહેમત ઉઠાવવી પડી હતી.

આ પણ વાંચો- તો આ કારણે રિલાયન્સને મળી હતી રાફેલની ડીલ!

English summary
bjp workers protest again rahul gandhi in amethi during rahul rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X