For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'આપ'ની ગાંધી ટોપીના મુકાબલે 'ભગવા' ટોપી મેદાનમાં

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 10 જાન્યુઆરી: દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ પોતાની ગાંધી ટોપીના જોરે વિજય મેળવ્યો. હું છુ સામાન્ય માણસ લખેલી ટોપીના જોરે આપે દિલ્હીમાં ખૂબ જ ધૂમ મચાવી. આ ટોપીનો ક્રેઝ એટલો બધો વધ્યો કે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન 6 લાખ ટોપીઓનું વેચાણ થયું હતું. રાજનીતિમાં લુપ્ત થઇ ગયેલી ટોપીને આમ આદમી પાર્ટીના નવા રાજકારણે ટોપીનો ક્રેઝ ફરીથી પાછો લાવી દીધો છો. એવામાં આપની ટોપીને જવાબ આપવા માટે ભાજપે ભગવી ટોપી ધારણ કરી લીધી છે અને મેદાનમાં ઉતરી ગઇ છે.

ભાજપે પણ હવે ટોપીની મહિમા કબૂલ કરી લીધી છે. ભાજપ નેતાઓએ ભગવા ટોપી ધારણ કરી લીધી છે. દિલ્હીમાં જ્યારે ભાજપી નેતાઓ આમ આદમી પાર્ટીની વિરુધ્ધ અભિયાન પર બેઠ્યા તો સૌના માથા પર ભગવા ટોપી હતી.

ટોપીની એક બાજુ પર લખ્યું હતું કે 'વોટ ફોર મોદી' અને બીજી તરફ લખ્યું હતું 'ભાજપા જ વિકલ્પ'. ભાજપે માત્ર આમ આદમી પાર્ટીની ટોપીની જ નકલ નથી કરી પરંતુ તેમણે પોતાનું ટોપી અભિયાન પણ અત્રે રાજઘાટથી શરૂ કર્યું જ્યાંથી અણ્ણા અને કેજરીવાલે ભ્રષ્ટાચાર વિરુધ્ધ આંદોલન શરૂ કર્યું હતું.

bjp cap
આ ભવા ટોપી અંગે જ્યારે ભાજપ નેતા હર્ષવર્ધનને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે 2014માં નરેન્દ્ર મોદીને દેશના વડાપ્રધાન બનાવવાનું આ સાંકેતિક પ્રતિક છે. તેમણે જણાવ્યું કે એટલા માટે અમે મહાત્મા ગાંધીની સમાધીથી આની શરૂઆત કરી છે. આની સાથે સાથે આ પ્રદર્શન આમ આદમી પાર્ટીની સામે છે જેના દસ દિવસના રાજમાં સૌથી વધારે મોંઘવારી આવી.

જ્યારે ભાજપ નેતા વિજય ગોયલે જણાવ્યું કે આ તેમના સંઘર્ષનું પ્રતિક છે માટે ભગવા ટોપી પહેરી છે. જ્યારે આ અભિયાનમાં સામેલ ભાજપી નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું કે અમે ટોપી પહેરવાનું કામ કરીએ છીએ નહીં કે ટોપી પહેરાવવાનું.

English summary
Delhi BJP workers protest against AAP govt at Rajghat sporting saffron caps. Delhi BJP chief Vijay Goel said that We aren't copying anybody by wearing this cap, this is a symbol of our struggle.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X