For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બ્લેક ફંગસની દવામાં નહિ આવે કમી, અમેરિકી કંપની મોકલી રહી છે 10 લાખ ડોઝ

બ્લેક ફંગસની દવાઓની કમી જોવા મળી રહી છે. આ દરમિયાન એક અમેરિકી કંપનીએ મોટુ પગલુ લીધુ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરનો કહેર ધીમે-ધીમે ઘટી રહ્યો છે પરંતુ મ્યુકોરમાઈકોસિસના કેસ ઝડપથી વધી રહ્યા છે. જો કે બધા રાજ્યોઓ આની સામે લડવા માટે સ્પેશિયલ વૉર્ડ તો બનાવી દીધા છે પરંતુ ત્યાં આના માટેની દવાઓની કમી જોવા મળી રહી છે. આ દરમિયાન એક અમેરિકી કંપનીએ મોટુ પગલુ લીધુ છે. જે હેઠળ તે ભારતને 10 લાખ એમ્ફોટેરિસિન (Amphotericin) ઈંજેક્શન સપ્લાય કરશે.

black fungus

વાસ્તવમાં દવાઓની કમીને દૂર કરવા માટે આરોગ્ય મંત્રાલયે એમ્ફોટેરિસિન ઈંજેક્શનની સપ્લાય માટે ઘણા દેશોનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ અમેરિકી કંપની ગિલિયડ સાયન્સીઝ બોર્ડે 10 લાખ ઈંજેક્શનની સપ્લાય માટે હામી ભરી દીધી. જે હેઠળ 1.21 લાખ શીશીઓ ભારત પહોંચી ચૂકી છે જ્યારે 85000 શીશીઓ હજુ રસ્તામાં છે. કંપનીનો દાવો છે કે જલ્દી કુલ પુરવઠો 1 મિલિયન ડોઝ કરી દેવામાં આવશે.

5 કંપનીઓને મળ્યુ લાયસન્સ

તમને જણાવી દઈએ કે હાલમાં જ પીએમ મોદીએ બ્લેક ફંગસ માટે સમીક્ષા બેઠક કરી હતી. જેમાં તેમણે વહેલી તકે દવાઓના પુરવઠાના નિર્દેશ અધિકારીઓને આપ્યા. ત્યારબાદ 5 કંપનીઓને લિપોસોમલ એમ્ફોટેરિસિન બી બનાવવાનુ લાયસન્સ આપવામાં આવ્યુ. આશા રાખવામાં આવી રહી છે કે જલ્દી આ કંપનીઓ આ મહત્વપૂર્ણ દવાની કમીને દૂર કરી દેશે.

દિલ્લીમાં આવ્યો વિચિત્ર કેસ

દિલ્લીમાં હવે વ્હાઈટ ફંગસ(કેંડિડા)ના કારણે આંતરડામાં છિદ્રનો કેસ સામે આવ્યો છે. સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કોવિડ દર્દીમાં વ્હાઈટ ફંગસ જોવા મળ્યુ હતુ. ડૉક્ટરોના જણાવ્યા મુજબ કેંડિડાના કારણે દર્દીના આંતરડામાં અનેક છિદ્રો થઈ ગયા છે. મહિલા દર્દી ગયા વર્ષે કેન્સરથી ગ્રસિત થઈ હતી જેના કારણે ચાર સપ્તાહ પહેલા સુધી તેનો ઈલાજ ચાલ્યો.

English summary
Black Fungus Gilead Sciences 1 million doses of Amphotericin-B to india.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X