For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નહેરૂના નેશનલ હેરાલ્ડનો કાળો ઇતિહાસ અને હેરાલ્ડ ગોટાળો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

national-herald
નવી દિલ્હી, 26 જૂન: નેશનલ હેરાલ્ડ સમાચારપત્રની શરૂઆત 9 સપ્ટેમ્બર, વર્ષ 1938માં લખનઉથી થઇ હતી. સમાચારના માસ્ટ હેડ પર લખવામાં આવ્યું હતું હતું કે 'સ્વતંત્રતા ખતરામાં છે, બધાની સાથે તેની રક્ષા કરવી છે. 'અંગ્રેજીમાં તેનો અર્થ છે કે Freedom is in Peril, Defend it with All Your Might. જ્યારે તે સમાચારપત્રની શરૂઆત થઇ તો તેના પહેલાં એડિટર પૂર્વ વડાપ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નહેરૂ થયા.

જવાહર લાલ નહેરૂને જ્યારે દેશના વડાપ્રધાનમંત્રી બનાવવામાં આવ્યા તો તેમણે તંત્રીપદેથી રાજીનામું આપી દિધું અને ત્યારબાદ રામ રાવને નેશનલ હેરાલ્ડના તંત્રી બનાવવામાં આવ્યા. ઓગષ્ટ 1942 બાદ જ્યારે બ્રિટિશોએ ઇન્ડિયા પ્રેસ પર હુમલો કર્યો તો તે દરમિયાન હેરાલ્ડ સમાચારપત્રને પણ બંધ કરવું પડ્યું. હેરાલ્ડને વર્ષ 1942થી માંડીને 1945 સુધી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યું. વર્ષ 1945ના અંતિમ મહિનાઓમાં એકવાર ફરી નેશનલ હેરાલ્ડની શરૂઆત કરવામાં આવી.

બીજી શરૂઆત પાસે આશા
નેશનલ હેરાલ્ડની બીજી શરૂઆતમાં કોંગ્રેસના ફિરોજ ગાંધીએ વર્ષ 1946માં સમાચારપત્રની કમાન મેનેજિંગ ડિરેક્ટરના રૂપમાં સંભાળી. આ સમય માનિકોંડા ચલાપતિ રાવને તંત્રીનો પદભાર આપવામાં આવ્યો. અત્યાર સુધી હેરાલ્ડની બે આવૃતિ લખનઉ અને દિલ્હીથી નિકળવા લાગ્યા હતા. નેશનલ હેરાલ્ડને હિન્દીમાં નવજીવન અને ઉર્દૂ ભાષામાં કોમી અવાજના નામથી પણ નિકાળવામાં આવતું હતું.

આ કહેવું ક્યારેય અતિશ્યોક્તિ નહી હોય કે નેશનલ હેરાલ્ડ સંપૂર્ણપણે કોંગ્રેસી સમાચારપત્ર હતું. ભારતના આઝાદ થયા પછી ફરી એકવાર બંધ કરવાની નોબત આવી ગઇ હતી. વર્ષ 1977માં જ્યારે લોકસભા ચૂંટણીમાં ઇન્દિરા ગાંધીની હાર થઇ હતી તો પણ આ સમાચારપત્રને બે વર્ષ માટે બંધ કરવામાં આવ્યું હતું. અહીંથી હેરાલ્ડનો કાળો ઇતિહાસ શરૂ થઇ ગયો હતો.

ઇન્દિરા બાદ ડૂબી ગઇ નાવડી
ઇન્દિરા ગાંધીની હાર બાદ પૂર્વ વડાપ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ નેશનલ હેરાલ્ડની કમાન સંભાળી પરંતુ ત્યાં સુધી વાતાવરણ બિલકુલ બદલાઇ ગયું હતું. વર્ષ 1998માં લખનઉ આવૃતિને બંધ કરી દેવામાં આવી અને ફક્ત દિલ્હી આવૃતિ જ બજારમાં આવતું રહ્યું.

જણાવી દઇએ કે 1 એપ્રિલ, વર્ષ 2008ને નેશનલ હેરાલ્ડને બોર્ડ સભ્યોએ એ વાતની જાહેરાત કરી દિધી કે હવે હેરાલ્ડની દિલ્હી આવૃતિને પણ બંધ કરવામાં આવી રહી છે. કહેવામાં આવે છે કે પ્રિંટ ટેક્નોલોજી અને કોમ્યુટર ટેક્નોલોજીમાં સુધારો ન થવાના કારણે તેને બંધ કરવામાં આવ્યું. નેશનલ હેરાલ્ડને જ્યારે બંધ કરવામાં આવ્યું તો તે સમયે તેના એડિટર ઇન ચીફ ટીવી વેંકેટાચલ્લમ હતા.

શું છે હેરાલ્ડ ગોટાળો
વર્ષ 2008માં નેશનલ હેરાલ્ડને બંધ કર્યા બાદ તેનો માલિકી હક એસોસિએટેડ જર્નલ્સને આપવામાં આવ્યો હતો. નેશનલ હેરાલ્ડને ચલાવનાર કંપની એસોસિએટ જર્નલ્સે કોંગ્રેસ પાર્ટી પાસે વ્યાજ વિના 90 કરોડની લોન લીધી. કોંગ્રેસે લોન તો આપી દિધી અને તેનું કારણ જણાવ્યું કે કર્મચારીઓનું બેરોજગાર થતાં બચવું.

અહીં પ્રશ્ન ઉદભવે છે કે લોન આપ્યા બાદ પણ સમાચારપત્ર કેમ શરૂ ન થયું. ત્યારબાદ 26 એપ્રિલ 2012 કોનેશનલ હેરાલ્ડનો માલિકી હક યંગ ઇન્ડિયાને આપવામાં આવ્યો. તમને જણાવી દઇએ કે યંગ ઇન્ડિયા કંપનીમાં 76 ટકા શેર સોનિયા અને રાહુલ ગાંધીના છે.

યંગ ઇન્ડિયાએ હેરાલ્ડની 1600 કરોડની પરિસંપત્તિઓને ફક્ત 50 લાખમાં મળી. હવે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીનો આરોપ છે કે ગાંધી પરિવારે હેરાલ્ડની સંપત્તિઓને ગેરકાયદેસર રીતે ઉપયોગ કર્યો છે. ત્યારબાદ સુબ્રમણ્યમ સ્વામી આ વિવાદને લઇને 2012માં કોર્ટ પહોંચી ગઇ.

English summary
The National Herald was established in Lucknow on September 9, 1938 by Jawaharlal Nehru. The paper's fortunes were closely tied with those of the Indian National Congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X