• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કાળિયાર શિકાર કેસ : સ્ટાર્સ પર શિકાર કરવા ઉશ્કેરવાનો આરોપ

|

જોધપુર, 23 મર્ચ : જોધપુર, 23 માર્ચ : જોધપુર કોર્ટમાં કાળિયાર શિકાર કેસમાં સુનવણી કરવામાં આવી હતી. જેમા સલમાન ખાન હાજર રહ્યા ન હતા. તેમના વકીલે સલમાનના હાજર નહીં રહેવાનું કારણ આપ્યું હતું. સલમાન ખાનને 27મીએ હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. બાકીના 4 સ્ટાર્સ સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબ્બુ અને નીલમ હાજર રહ્યા હતા. તેમના પર આરોપો ઘડવામાં આવ્યા છે. તમામને તેમના આરોપો જણાવવામાં આવ્યા. તેમના પર શિકાર કરવા અને શિકાર કરવા માટે ઉશ્કેરવાના આરોપો લગાવવામાં આવ્યા છે. તમામે પોતાના પર લગાવેલા આરોપો સ્વીકારવાની ના પાડી છે. જો આ આરોપો સાબિત થયા તો તેમને છ વર્ષની જેલની સજા થઇ શકે છે. જોધપુરની કોર્ટ 14 વર્ષ જુના કારિયાળ શિકાર કેસમાં 23 માર્ચે બોલીવુડ એક્ટર સલમાન ખાન અને અન્ય 4 બોલીવુડ સ્ટાર સામે નવા આરોપો ઘડવાની હતી

બોલીવુડ સ્ટાર્સ પર આરોપ છે કે 1998માં તેમણે ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ સમયે જોધપુર પાસે આવેલા ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 47 વર્ષીય સલમાન ખાન ઘોડા ફાર્મમાં 26-27 સપ્ટેમ્બર, 1998ના રોજ એક ચિંકારા અને 28-29 સપ્ટેમ્બર 1998ના રોજ એક બ્લેક બકના શિકારના આરોપસર અનુક્રમે એક વર્ષ અને પાંચ વર્ષની સજા થયેલી છે.

બ્લેક બગને નામશેષ થતા પ્રાણીઓમાં ગણવામાં આવે છે. તેને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ રક્ષણ આપવામાં આવ્યું છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે સલમાન ખાન આજે કોર્ટમાં હાજર રહેશે નહીં. સલમાન ખાન સિવાયના સ્ટાર્સ જોધપુર પહોંચી ગયા છે. આ મુદ્દે સલમાન ખાનના વકીલ તરફથી મેડિકલ રિપોર્ટ કોર્ટમાં આપવામાં આવશે. રિપોર્ટમાં કારણ દર્શાવવામાં આવશે કે તે સારવાર માટે અમેરિકા છે અને ડોક્ટરોએ તેને લાંબી મુસાફરી કરવાની મનાઇ ફરમાવી હોવાથી તે કોર્ટમાં હાજર નથી થઇ શક્યો.

નોંધનીય છે કે રાજસ્થાન હાઇકોર્ટે ડિસેમ્બર 2012માં સ્ટાર્સ સામેના આરોપોમાં સુધારા કર્યા હતા. ખાન અને અન્ય સ્ટાર્સ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 51 હેઠલ ઓરોપો ઘડવામાં આવ્યા હતા. તેમની સામે લોકલ આરોપી દુષ્યંત સિંહને પણ સામેલ કરવામાં આવ્યો હતો.

English summary
Blackbuck case : Court frame charges of provoking for hunting, કાળિયાર શિકાર કેસ : સ્ટાર્સ પર શિકાર કરવા ઉશ્કેરવાનો આરોપ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X