• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સંજય પછી સલમાનનો વારો? કાળિયાર કેસમાં કોર્ટ નવા આરોપો ઘડશે

|

જોધપુર, 23 માર્ચ : હમણાં બોલીવુડના ગ્રહો સારા નથી લાગી રહ્યા. બોલીવુડ સ્ટાર્સને વારા ફરથી કાયદાના સંકંજામાં સપડાવાના યોગો છે. સુપ્રીમ કોર્ટે 21 માર્ચના રોજ સંજય દત્તને મુંબઇ બોમ્બ બ્લાસ્ટ કેસમાં શસ્ત્ર ધારા હેઠળ બનતા ગુનામાં પાંચ વર્ષની જેલની સજા ફરમાવી છે. હવે બોલીવુડ સુપર સ્ટાર સલમાન ખાનનો વારો આવ્યો છે. શિકાર કેસમાં આરોપી સલમાન કાયદોનો શિકાર બનશે એમ લાગી રહ્યું છે.

પ્રાપ્ત અહેવાલો અનુસાર જોધપુરની કોર્ટ 14 વર્ષ જુના કાળિયાર શિકાર કેસમાં 23 માર્ચે બોલીવુડ એક્ટર સલમાન ખાન અને અન્ય 4 બોલીવુડ સ્ટાર સામે નવા આરોપો ઘડવાની છે. સલમાન ખાન ઉપરાંત જે 4 બોલીવુડ સ્ટાર્સ સામે નવા આરોપો ઘડાવાના છે તેમાં સૈફ અલી ખાન, સોનાલી બેન્દ્રે, તબુ અને નીલમનો સમાવેશ થાય છે.

બોલીવુડ સ્ટાર્સ પર આરોપ છે કે 1998માં તેમણે ફિલ્મ હમ સાથ સાથ હૈના શૂટિંગ સમયે જોધપુર પાસે આવેલા ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. ઉલ્લેખનીય છે કે 47 વર્ષીય સલમાન ખાન ઘોડા ફાર્મમાં 26-27 સપ્ટેમ્બર, 1998ના રોજ એક ચિંકારા અને 28-29 સપ્ટેમ્બર 1998ના રોજ એક બ્લેક બકના શિકારના આરોપસર અનુક્રમે એક વર્ષ અને પાંચ વર્ષની સજા થયેલી છે.

બ્લેક બગને નામશેષ થતા પ્રાણીઓમાં ગણવામાં આવે છે. તેને વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ હેઠળ રક્ષણ આપવામાં આવ્યું છે. તાજેતરના અહેવાલો સૂચવે છે કે સલમાન ખાન આજે કોર્ટમાં હાજર રહેશે નહીં. સલમાન ખાન સિવાયના સ્ટાર્સ જોધપુર પહોંચી ગયા છે. આ મુદ્દે સલમાન ખાનના વકીલ તરફથી મેડિકલ રિપોર્ટ કોર્ટમાં આપવામાં આવશે. રિપોર્ટમાં કારણ દર્શાવવામાં આવશે કે તે સારવાર માટે અમેરિકા છે અને ડોક્ટરોએ તેને લાંબી મુસાફરી કરવાની મનાઇ ફરમાવી હોવાથી તે કોર્ટમાં હાજર નથી થઇ શક્યો.

નોંધનીય છે કે રાજસ્થાન હાઇકોર્ટે ડિસેમ્બર 2012માં સ્ટાર્સ સામેના આરોપોમાં સુધારા કર્યા હતા. ખાન અને અન્ય સ્ટાર્સ સામે વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટની કલમ 51 હેઠલ ઓરોપો ઘડવામાં આવ્યા હતા. તેમની સામે લોકલ આરોપી દુષ્યંત સિંહને પણ સામેલ કરવામાં આવ્યો હતો.

English summary
Blackbuck poaching haunts Salman; court to frame new charges.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X