For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યુપીના ઉન્નાવમાં ફેક્ટરીમાં વિસ્ફોટ, 8 લોકોના મોત

By Super
|
Google Oneindia Gujarati News

કાનપુર, 20 સપ્ટેમ્બરઃ ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ઘરમાં ચલાવવામાં આવી રહેલી ગેરકાયદે ફટાકડાં બનાવતી ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. ગેરકાયદે રીતે ચલાવવામાં આવી રહેલી આ ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટના કારણે ફેક્ટરીના માલિકની પત્ની, ત્રણ પુત્ર અને એક પુત્રી સહીત આઠ લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે ફેક્ટરીના સંચાલકને ગંભીર ઇજાઓ પહોંચી છે.

factoryfire
ઉન્નાવમાં એક મકાનમાં ગેરકાયદે રીતે ફટાકડાંની ફેકટરી ચલાવવામાં આવી રહી હતી. ઘરની અંદર ચલાવવામાં આવી રહેલી આ ફેક્ટરી અંગે પોલીસ પાસે કોઇ જ પ્રકારની માહિતી નથી. હસનગંજ પોલીસ મથકના મોહાન વિસ્તારના પકરામાં યાસીને પોતાના મકાનમાં આ ગેરકાયદે ફેક્ટરી શરૂ કરી હતી. ગત રાત્રે તેની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો.

વિસ્ફોટ એટલો જોરદાર હતો કે પાડોસીના મકાનને પણ નુક્સાન પહોંચ્યુ છે. ફેક્ટરીમાં થયેલા આ વિસ્ફોટમાં ફેક્ટરીના માલિકના પરિવાર સહિત આઠ લોકોને ઇજા પહોંચી છે, જ્યારે અનેક લોકોને ગંભીર ઇજા પહોંચી છે. બીજી તરફ મકાન ધ્વસ્ત થવાના કારણે લોકો કાટમાળમાં ફસાયા હોવાની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. વિસ્ફોટ થયો હોવાની માહિતી મળતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કાટમાળ નીચે લોકો ફસાયા છે કે નહીં તે અંગેની કાર્યવાહી હાથ ધરી છે.

વિસ્ફોટની સૂચના મળતા એસપી અને એસડીએમ સહિત અનેક પોલીસ પ્રશાસન અધિકારીએ ઘટના સ્થળે પહોંચી ગયા. પોલીસ અધિકારીઓએ હસનગંજ થાના અધ્યક્ષ બ્રજેન્દ્ર સિંહને લાઇન પર હાજર કરતાની સાથે જ ચોકી ઇન્ચાર્જ વિનોદ કુમાર અને બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દીધા છે.

English summary
A blast occurred in an illegal cracker making factory in Unnao district in Uttar Pradesh. At least 8 people were killed in the explosion while two other were injured.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X