For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પંજાબઃ મોહાલીમાં ઈંટેલીજન્સ ઑફિસની બહાર ધમાકા, રૉકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડથી હુમલાની શંકા

પંજાબના મોહાલીમાં પોલિસના ખુફિયા મુખ્યાલય એટલે કે ઈંટેલીજન્સ હેડક્વાટર્સની બહાર સોમવારે ધમાકાના સમાચારથી હોબાળો મચી ગયો.

|
Google Oneindia Gujarati News

મોહાલીઃ પંજાબના મોહાલીમાં પોલિસના ખુફિયા મુખ્યાલય એટલે કે ઈંટેલીજન્સ હેડક્વાટર્સની બહાર સોમવારે ધમાકાના સમાચારથી હોબાળો મચી ગયો. ખુફિયા વિભાગની ઈમારતની બહાર થયેલા ધમાકા બાદ પોલિસે ઑફિસની આસપાસના વિસ્તારની ઘેરાબંધી કરી દીધી છે. પંજાબ પોલિસે ધમાકાની માહિતી આપીને જણાવ્યુ કે મોહાલીના સેક્ટર 77, એસએએસ નગરમાં પંજાબ પોલિસ ઈંટેલીજન્સ મુખ્યાલયમાં સાંજે લગભગ 7.45 વાગે વિસ્ફોટની સૂચના મળી.

punjab blast

આતંકી હુમલાથી કર્યો ઈનકાર

સૂત્રો મુજબ પંજાબ પોલિસે કઈ પણ આતંકી હુમલાનો ઈનકાર કર્યો છે. સૂત્રો મુજબ મોહાલીમાં ઈંટેલીજન્સ ઑફિસની બહાર થયેલા ધમાકામાં રૉકેટ પ્રોપેલ્ડ ગ્રેનેટથી હુમલાથી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે, કોઈ નુકશાનની સૂચના નથી. મોહાલી પોલિસે જણાવ્યુ કે વરિષ્ઠ અધિકારી ઘટના સ્થળ પર જ છે અને તપાસ કરવામાં આવી રહી છે ફોરેન્સિક ટીમોને બોલાવવામાં આવી છે.

ઑફિસની બારીના કાચ પણ તૂટ્યા

મીડિયા રિપોર્ટસ મુજબ ઈંટેલીજન્સ હેડક્વાર્ટની બિલ્ડીંગની સામેવાળી સાઈડમાં ધમાકો થયો જેમાં વિસ્ફોટ બાદ ઑફિસની બારીના કાચ પણ તૂટી ગયા છે. પ્રારંભિક તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે વિસ્ફોટકને દૂરથી ફેંકવામાં આવ્યો છે આના કારણે તેને હેંડ ગ્રેનેડ કે પછી રૉકેટના હુમલાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

મોહાલી એલપી હેડક્વાર્ટ રવિંદર પાલ સિંહે ઘટનાને લઈને જણાવ્યુ કે સામાન્ય ધમાકો થયો છે અને કોઈ નુકશાન થયુ નથી. ધમાકો બહારથી થયો છે. તપાસ કરવામાં આવી રહી છે અને અમારા બધા વરિષ્ઠ અધિકારી અને એફએસએલની ટીમ તપાસ કરી રહી છે.

ભગવંત માને પંજાબના ડીજીપી સાથે કરી વાત

વળી, આ ધમાકા બાદ મોહાલીમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભગવંત માને પંજાબના ડીજીપી પાસેથી ઘટનાની આખી માહિતી લીધી છે. સીએમ આ ઘટનાને લઈને સતત અધિકારીઓના સંપર્કમાં છે.

English summary
Blast occurred outside the Intelligence Department building of Punjab Police in Mohali
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X