For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોધ ગયા : ચાર શકમંદો છોડવામાં આવ્યા, બિહાર ATSની રચના કરાશે

|
Google Oneindia Gujarati News

bodh-gaya
બોધ ગયા, 10 જુલાઇ : બિહાર બોધગયામાં સ્થિત મહાબોધિ મંદિરમાં સાત જુલાઇએ થયેલા સિરિયલ બોમ્બ વિસ્ફોટોની તપાસની જવાબદારી હવે સત્તાવાર રીતે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે એનઆઇએને સોંપી દેવામાં આવી છે. અત્યાર સુધી આ કેસની તપાસ બિહાર પોલીસની વિશેષ ટીમ કરી રહી હતી. આ કામમાં એનઆઇએની ટીમ બિહાર પોલીસની મદદ કરી રહી હતી.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ કેસની તપાસ એનઆઇએ પાસે કરાવવાની ભલામણ કરી હતી. બીજી તરફ હુમલામાં સીસીટીવી ફુટેજના આધારે તપાસ દરમિયાન ચાર શકમંદોને પુરતા પુરાવા નહીં હોવાને પગલે છોડી દેવામાં આવ્યા હતા.

વિસ્ફોટો બાદ બિહારમાં રાજકીય હલચલ વધારે તેજ બની છે. બીજી તરફ બિહાર સરકારે આ ઘટના બાદ રાજ્યમાં પોતાનું આતંકદાવ વિરોધી દળ એટલે કે એટીએસની રચના કરવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે.

આ અંગે મુખ્ય કેબિનેટ સચિવ બ્રિજેશ મલ્હોત્રાએ મંગળવારે રાજ્ય સરકારની કેબિને બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યમાં 18 કરોડ 13 લાખ રૂપિયાના ખર્ચે એટીએસની રચના કરવામાં આવશે. બિહાર એટીએસની આગેવાની આઇજી સ્તરના અધિકારી કરશે. તેમની સાથે એક ડીઆઇજી, એસ પી, 6 ડીએસપી, 16 ઇન્સ્પેક્ટર અને 38 સબ ઇન્સ્પેક્ટર હશે. સમગ્ર દળમાં કુલ 344 પદ હશે.

English summary
Bodh Gaya: Four suspected been released, will form Bihar ATS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X