• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'નીલમ' તોફાનઃ લાપતા તમામ ખલાસીઓના મૃતદેહો મળી આવ્યા

By Super
|
Google Oneindia Gujarati News

ચેન્નાઇ, 3 નવેંબરઃ'નીલમ' તોફાન આવ્યું તે પહેલા ફુંકાયેલા ભારે પવનના કારણે ફસાયેલા એક ઓલ શીપના લાપતા તમામ પાંચ ખલાસીઓના મતૃદેહો મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે ચાર મૃતદેહો શુક્રવારે મળી આવ્યા હતા જ્યરે એક મૃતદેહ શનિવારે સવારે મિંજૂર તટીય વિસ્તાર નજીકથી મળી આવ્યો છે.

આ પાચેય ખલાસીઓ બુધવારે એ સમયા લાપતા થયા હતા, જ્યારે તેમની જીવનરક્ષક નાવડી ઉછાળા મારતા પાણીમાં પલટી મારી ગઇ હતી. આ નાવમાં 16 ખલાસીઓને સ્નાથીક માછીમારોએ બચાવી લીધા હતા. એક નાવીકનું એ દિવસે ડૂબી જવાથી મોત થયું હતું. જ્યારે 15 ખલાસીઓને બચાવી લેવામાં આવ્યા હતા. શીપમાં 37 ખલાસીઓ સવાર હતા.

ઘટનાની પ્રારંભિક તપાસના આદેશ ચૂકેલું જહાજરાની મહાનિદેશાલય ટૂંક સમયમાં શીપને બચાવવાનું અભિયાન શરૂ કરશે. આ શીપ મુંબઇ સ્થિત પ્રતિભા જહાજરાની કંપનીનું છે. જહાજરાની મહાનિદેશાલયે શુક્રવારે રાત્રે કહ્યું હતું કે શીપને બચાવવાની કામગીરી સાત નવેમ્બરથી શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. મદ્રાસ હાઇકોર્ટે શુક્રવારે આદેશ આપ્યો હતો કે આગામી આદેશ પહેલા શીપ ચેન્નઇ બંદરથી બહાર જવું ના જોઇએ.

English summary
Bodies of all five sailors, who went missing after an oil tanker ran aground off the city beach hours before cyclone 'Nilam' made landfall on November 1, have been recovered.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X