For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શોપિયાં એન્કાઉન્ટર: બે આતંકીઓની લાશ મળી, એન્કાઉન્ટર ચાલુ

જમ્મુ કાશ્મીરના દક્ષિણ કાશ્મીરમાં આવેલા શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર પૂરું થઇ ચૂક્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્ય ઘ્વારા આ બાબતે જાણકારી આપવામાં આવી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

જમ્મુ કાશ્મીરના દક્ષિણ કાશ્મીરમાં આવેલા શોપિયાં જિલ્લામાં એન્કાઉન્ટર પૂરું થઇ ચૂક્યું છે. જમ્મુ કાશ્મીર પોલીસના ડીજીપી એસપી વૈદ્ય ઘ્વારા આ બાબતે જાણકારી આપવામાં આવી છે. આ એન્કાઉન્ટરમાં બે આતંકીઓની લાશ મેળવવામાં આવી છે. એન્કાઉન્ટરમાં સ્પેશ્યલ ફોર્સનો એક જવાન પણ ઘાયલ થયો છે. સુરક્ષાબળોને શોપિયાંના કુણ્ડલાન ગામમાં આતંકીઓ સંતાયા હોવાની જાણકારી મળી હતી. ત્યારપછી અહીં સર્ચ ઓપરેશન ચાલુ કરી દેવામાં આવ્યું.

shopian

નાગરિકોએ સેના પર પથ્થરમારો કર્યો

સર્ચ ઓપરેશન તે સમયે એન્કાઉન્ટરમાં બદલાઈ ગયું જયારે આતંકીઓ ઘ્વારા સુરક્ષાબળના જવાનો પર ફાયરિંગ કરવામાં આવ્યું. ત્યારપછી સુરક્ષાબળના જવાનોએ પ્રતિક્રિયા રૂપે ફાયરિંગ શરુ કરી. પોલીસ અધિકારીઓ ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર આ એન્કાઉન્ટરમાં એક જવાન ઘાયલ થયો છે.

જે જગ્યા પર એન્કાઉન્ટર થઇ રહ્યું હતું ત્યાં નાગરિકો ભેગા થઇ ગયા. તેઓ એન્કાઉન્ટર વાળી સાઈટ પર વિરોધ પ્રદર્શન કરવા લાગ્યા. ત્યારપછી તેઓ સુરક્ષાબળો પર પથ્થરબાજી કરવા લાગ્યા. આ પથ્થરબાજી અને હિંસાને કાબુ કરવા માટે સેનાને ફાયરિંગ કરવી પડી, જેમાં ત્રણ લોકો ઘાયલ થઇ ગયા. આ મુઠભેડમાં દીકરા ઝીનત નાઇકુ ઘેરાયેલો હોવાની જાણકારી મળતા પિતાને હાર્ટ એટેક આવ્યો અને તેમની મૌત થઇ ગયી. મળતી જાણકારી અનુસાર ઝીનત નાઇકુ હાલમાં જ આતંકવાદી પક્ષમાં શામિલ થયો હતો. દીકરો ઘેરાયેલો હોવાની જાણકારી મળતા જ પિતાને હાર્ટ એટેક આવ્યો અને હોસ્પિટલ પહોંચવા પર તેમને મૃત જાહેર કરવામાં આવ્યા.

English summary
Bodies Of Two terrorists recovered during an encounter in Jammu Kashmir Shopian
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X