For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોફોર્સ કેસ ફરી ખોલવા માંગતી હતી સીબીઆઈ, સુપ્રીમકોર્ટમાં અરજી રદ

બોફોર્સ કેસમાં લાંચ મામલે સીબીઆઈની અરજી રદ કરી દેવામાં આવી છે. સીબીઆઈ ઘ્વારા સુપ્રીમકોર્ટમાં હિન્દુજા ભાઈઓને આઝાદ કરવાના નિર્ણય સામે પડકાર આપ્યો હતો

|
Google Oneindia Gujarati News

બોફોર્સ કેસમાં લાંચ મામલે સીબીઆઈની અરજી રદ કરી દેવામાં આવી છે. સીબીઆઈ ઘ્વારા સુપ્રીમકોર્ટમાં હિન્દુજા ભાઈઓને આઝાદ કરવાના નિર્ણય સામે પડકાર આપ્યો હતો. અરજી પર સુનાવણી કરતા ચીફ જસ્ટિસ રંજન ગોગાઇની અધ્યક્ષતામાં જણાવવામાં આવ્યું કે તેઓ અપીલ દાખલ કરવામાં મોડું થયાના સીબીઆઈ જવાબથી સંતુષ્ઠ નથી. આપને જણાવી દઈએ કે સીબીઆઈ ઘ્વારા આ મામલે હાઇકોર્ટના નિર્ણયના 13 વર્ષ પછી તેને પડકાર આપવામાં આવ્યો હતો.

bofors case

આપને જણાવી દઈએ કે બોફોર્સ કેસમાં લાંચ મામલે સુનાવણી કરતા દિલ્હી હાઇકોર્ટે વર્ષ 2005 દરમિયાન લંડન બેઝ્ડ કરોડપતિ હિન્દુજા ભાઈઓ શ્રીચંદ, ગોપીચંદ અને પ્રકાશ આહુજાને આઝદ કર્યા હતા. ત્યારપછી વર્ષ 2005 દરમિયાન સીબીઆઈ ઘ્વારા હાઇકોર્ટ નિર્ણય વિરુદ્ધ પોતાની અરજીમાં કેટલાક નવા તથ્યો જોડ્યા હતા. તેના વિશે જ જાંચ કરાવવાને આધાર બનાવીને આ મામલાને ફરી ખોલવા માટે માંગ કરી હતી.

90 દિવસોમાં પડકાર આપવામાં વિફળ રહી સીબીઆઈ

આપને જણાવી દઈએ કે સીબીઆઈ ઘ્વારા 13 વર્ષ પછી હાઇકોર્ટના નિર્ણયને પડકાર આપ્યો છે. જયારે આ પહેલા તેઓ ઉચ્ચ ન્યાયાલયના નિર્ણયને 90 દિવસમાં પડકાર આપવામાં વિફળ રહી હતી. તેવી પરિસ્થિતિમાં સુપ્રીમકોર્ટ ઘ્વારા અરજી રદ થવાને કારણે કોંગ્રેસને પણ ઘણી રાહત મળી છે કારણકે બોફોર્સ એક એવો મામલો છે જેને લઈને કોંગ્રેસ પર ઘણા આરોપો લાગતા રહ્યા છે. એવી પરિસ્થિતિમાં સુપ્રીમકોર્ટમાં હિન્દુજા ભાઈઓની સાથે સાથે કોંગ્રેસ માટે પણ રાહતના સમાચાર છે.

English summary
Bofors case: Supreme Court dismisses CBI appeal challenging clean chit to Hindujas brothers
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X