For Quick Alerts
For Daily Alerts
દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો, સંસ્કારી બાબુજીનો દિકરો....
બોલિવૂડના સંસ્કારી બાબુજી એટલા કે આલોકનાથ ના દિકરોને મંગળવારે રાત્રે મુંબઈ પોલીસે દારૂ પીને ગાડી ચલાવવાના આરોપમાં પકડી લીધો છે. પોલીસે તેનો ચાલાન કાપીને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને લઇ ગયી.
પોલીસના જણાવ્યા મુજબ આલોકનાથ નો દિકરો શિવાંગનાથ રાત્રે એક મિત્ર સાથે ઘરે પાછો આવી રહ્યો હતો. જયારે પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો ત્યારે તે ગાડી વધારે સ્પીડથી ચલાવવા લાગ્યો. પરંતુ તેને સાંતાક્રુઝ પોલીસ સ્ટેશને રોકી લેવામાં આવ્યો.
દારૂ પીને ગાડી ચલાવવાના આરોપમાં શિવાંગનાથ પર 2600 રૂપિયાનો દંડ મારવામાં આવ્યો છે. પોલીસે તેની ગાડીને સ્ટેશનમાં જ રોકી છે.