ઘરમાં જ ચલાવતી હતી અભિનેત્રી સેક્સ રેકેટ, બનાવતી હતી બ્લુ ફિલ્મ

Posted By:
Subscribe to Oneindia News

મુંબઇ, 10 જાન્યુઆરીઃ માયાનગરી મુંબઇમાં આઇએએસ(બેસ્ટના જીએમ)ના ઘરે રેડ દરમિયાન બ્લુ ફિલ્મની અઢી લાખ સીડી મળી આવી છે. આ આખા મામલે એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ફ્લેટમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું. સૌથી મહત્વની અને ચોંકાવનારી વાત એ છે કે આ રેકેટ કોઇ અન્ય નહીં પરંતુ બૉલીવુડ અભિનેત્રી મિસ્ટી મુખરજી ચલાવી રહી હતી. જી હાં, રેડ દરમિયાન પોલીસને સીડીઓ સાથે મિસ્ટી મુખરજી પણ આપત્તિજનક સ્થિતિમાં મળી.

bollywood-actress-misti-mukherjee
બનાવની વિગત એવી છે કે, બેસલ્ટના જીએમ ઓપ ગુપ્તાના ઓશિવરા સ્થિત મીરા ટાવરના સી વિંગમાં 502 નંબરનો ફ્લેટ છે. આ ફ્લેટને ઓપી ગુપ્તાએ ચંદ્રકાંત મુખરજીએ 80 હજાર રૂપિયા પ્રતિ માસના હિસાબે ભાડે આપ્યું છે. મુખરજી, ગુપ્તાના ઘરે છેલ્લા નવ વર્ષથી રહી રહી હતી. આણ તો મુખરજીએ પોતાને એન્જીનીયર ગણાવી હતી, પરંતુ તે છેલ્લા કેટલાક વર્ષોથી પોર્ન સીડીના ધંધામાં લિપ્ત છે અને સુંદર યુવતીઓની પોર્ન સીડી બનાવીને બજારમાં વેચે છે. ગત રાત્રે બાતમીના આધારે પોલીસે રેડ પાડી અને પોર્ન સીડીઓના ગેરકાયદે ધંધાને ભાંડો ફોડ્યો.

જે સમયે પોલીસે ઘરમાં રેડ પાડી તે સમય ચંદ્રકાંત મુખરજીની પુત્રી અને બૉલીવુડ અબિનેત્રી મિસ્ટી મુખરજી(35 વર્ષ) એક રૂપમાં પોતાના બોયફ્રેન્ડ રાકેશ કટોરિયા સાથે આપત્તિજનક સ્થિતિમાં હતી. તમને જણાવી દઇએ કે 35 વર્ષની મિસ્ટી મુખરજીએ પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 2012માં આવેલી ફિલ્મ લાઇફ કી તો લગ ગઇથી કરી હતી. મિસ્ટીનો બોયફ્રેન્ડ રાકેશ કટોરિયા દિલ્હીનો રહેવાસી છે. તે ફેશન ડિઝાઇનર છે. નોંધનીય છે કે, પોલીસને સૂચના મળી હતી કે તે સેક્સ રેકેટ સંબંધી હતી. સીડીઓ તો રેડ પાડી ત્યારે મળી આવી હતી.

પોલીસે મિસ્ટી મુખરજી અને તેની માતાની અટકાયત કરી છે જ્યારે પિતા ચંદ્રકાંત મુખરજી અને ભાઇ સમ્રત મુખરજીની ધરપકડ કરી છે. ઓશિવારા પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર નસીર કાને જણાવ્યું કે, મિસ્ટી મુખરજી અને તેમની માતાની અટકાયત કરવામાં આવી છે, જ્યારે પિતા ચંદ્રકાંત અને ભાઇ સમ્રતની ધરપકડ કરવામાં આવી છે. અમે ફ્લેટમાંથી પોર્ન સીડી, લેપટોપ, હાર્ડ ડિસ્ક અને સીડી રાઇટર મળ્યા છે. પોલીસને શંકા છે કે, મિસ્ટી મુખરજીની આખો પરિવાર દેહ વ્યાપારમાં લિપ્ત છે. ફ્લેટનો ઉપયોગ મોડલ્સની બ્લુ ફિલ્મો બનાવવા માટે કરવામાં આવી રહ્યો હતો.

પૂછપરછ દરમિયાન મુખરજી પરિવારના સભ્યોએ જણાવ્યું કે, તેમણે સેક્સ સીડી દક્ષિણ ભારતમાંથી ખરીદી હતી. તેની કોપી બનાવી મુંબઇ અને ઠાણેના વિભિન્ન વિસ્તારોમાં વેંચી. જ્યરે મિસ્ટીના ભાઇની પૂછપરછ કરવામાં આવી તો તેણે સેક્સ રેકેટ ચલાવવાની વાતનું ખંડન કર્યું છે. તેણે કહ્યું કે, હું ડાયાબિટિઝનો દર્દી છું. મને સેક્સ ગતિવિધિઓમાં કોઇ રૂચિ નથી. ડોક્ટરે મને નપુસંક જાહેર કર્યો છે મે જોવા માટે સેક્સ સીડી ખરીદી હતી. રાકેશ કટારિયા મારી બહેનનો બોયફ્રેન્ડ નહીં પરંતુ પિતરાઇ ભાઇ છે.

English summary
Officials of Mumbai Police on Thursday raided a posh apartment in Lokandwala complex and arrested actress Misti Mukherjee's brother and retired engineer father for supplying pornographic material. The apartment belonged to Omprakash Gupta, who is currently GM of Brihanmumbai Electric Supply and Transport Undertaking (BEST).

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.