Video: આદિત્ય નારાયણે એરપોર્ટ અધિકારીઓ સાથે કરી ગેરવર્તણૂક
પ્રખ્યાત ગાયક ઉદિત નારાયણનો પુત્ર આદિત્ય નારાયણનો એક વીડિયો સોશ્યલ મીડિયામાં ઘણો વાયરલ થઈ રહ્યા હતો. આ વીડિયો રાયપુર એરપોર્ટનો હોવાનું જાણવા મળ્યું છે, જેમાં આદિત્ય નારાયણ એર લાઇન્સના કર્મચારીઓ સાથે ખરાબ રીતે વર્તન કરતો નજર આવે છે. મળતી મહિતી અનુસાર, રાયપુર એરપોર્ટ પર આદિત્ય નારાયણ પાસે નક્કી કરેલા વજન કરતા વધારે સામાન હોવાથી ઇન્ડિગોના કર્મચારીઓ સાથે તેની બોલચાલ થઇ હતી. જુઓ તેનો વીડિયો અહીં..

નોંધનીય છે કે, આદિત્ય નિશ્ચિત વજન કરતા વધારે સામાન સાથે લઈને આવ્યા હતા. જ્યારે અધિકારીઓએ તેમને વધારાના વજન માટે પૈસા ચુકવવાનું કહ્યું તો આદિત્યએ અધિકારીઓ સાથે ગેરવર્તણૂક કરી હતી અને ઝગડો કર્યો હતો. જો કે, એર લાઈન્સ ઈન્ડિગો પોતાની વાત પર જ અડગ રહ્યા હતા અને આદિત્યએ માફી માંગ્યા પછી જ તેમને બોંર્ડિગ પાસ આપવામાં આવ્યો હતો. આદિત્ય નારાયણ દશેરાના દિવસે રાયપુરમાં એક કાર્યક્રમમાં પરફોર્મ કરવા ગયા હતા.